પ્રિ-સ્કૂલિંગ સાથે નવો 5+3+3+4નો શાળાકીય અભ્યાસક્રમ : 21મી સદીની પ્રથમ શિક્ષણ નીતિ

  • 12 વર્ષના શાળાકીય અભ્યાસ અને 3 વર્ષ આંગણવાડી/ પ્રિ-સ્કૂલિંગ સાથે નવો 5+3+3+4નો શાળાકીય અભ્યાસક્રમ
  • ઓછામાં ઓછા પાંચમા ધોરણ સુધીનો અભ્યાસ માતૃભાષા/ પ્રાદેશિક ભાષામાં રહેશે
  • નવી નીતિનો ઉદ્દેશ 2030 સુધીમાં પ્રિ-સ્કૂલથી માંડીને માધ્યમિક સ્તર સુધી શાળાઓમાં 100% GER સાથે શિક્ષણનું સાર્વત્રિકરણ કરવાનો છે

  • શાળા છોડનારા 2 કરોડ વિદ્યાર્થીઓને NEP 2020 અંતર્ગત મુખ્ય પ્રવાહમાં પાછા લાવવામાં આવશે

  • મંત્રીમંડળે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને મંજૂરી આપી, દેશમાં શાળાઓ અને ઉચ્ચ અભ્યાસ તંત્રમાં પરિવર્તનકારી સુધારાનો માર્ગ મોકળો થયો

  • પાયાની સાક્ષરતા અને સાંખ્યજ્ઞાન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો, શાળામાં શૈક્ષણિક પ્રવાહો અને ઇતરપ્રવૃત્તિઓ, રોજગારલક્ષી પ્રવાહો વચ્ચે કોઇ કઠોર તફાવત રહેશે નહીં; છઠ્ઠા ધોરણથી રોજગારલક્ષી શિક્ષણ ઇન્ટર્નશીપ સાથે શરૂ થશે

  • અભ્યાસના પરિણામો પ્રાપ્ત કરવા માટે 360 અંશ સર્વાંગી પ્રગતિપત્રક, વિદ્યાર્થીઓની પ્રગતિ પર દેખરેખ સાથે મૂલ્યાંકનમાં સુધારા

  • 2035 સુધીમાં ઉચ્ચ અભ્યાસમાં GER 50% સુધી વધારવામાં આવશે; 3.5 કરોડ બેઠકો ઉચ્ચ અભ્યાસમાં ઉમેરવામાં આવશે

  • ઉચ્ચ અભ્યાસના અભ્યાસક્રમમાં વિષયોની અનુકૂલનતા રહેશે

પ્રધાનંમત્રી

શાળાકીય અભ્યાસમાં તમામ સ્તરે સાર્વત્રિક પહોંચ સુનિશ્ચિત કરવી

NEP 2020માં ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કેતમામ સ્તરે એટલે કે પ્રિ-સ્કૂલથી માંડીને માધ્યમિક સ્તર સુધી દરેકને શાળાકીય અભ્યાસની સાર્વત્રિક પહોંચ મળે તે સુનિશ્ચિત કરવું જરૂરી છેઇન્ફ્રાસ્ટ્રક્ચર સહકારશાળા છોડનારા વિદ્યાર્થીઓને મુખ્ય પ્રવાહમાં પાછા લાવવા માટે નવીનતમ શૈક્ષણિક કેન્દ્રોવિદ્યાર્થીઓ અને તેમના અભ્યાસના સ્તરો પર દેખરેખ (ટ્રેકિંગ), ઔપચારિક અને અનૌપચારિક એમ બંને પ્રકારના શિક્ષણના માધ્યમો સામેલ કરવા માટે બહુવિધ રીતોથી સુવિધાશાળાઓ દ્વારા કાઉન્સેલર્સ સાથે જોડાણ અથવા સારી રીતે તાલીમબદ્ધ સામાજિક કાર્યકરો સાથે જોડાણધોરણ 3, 5 અને 8 માટે NIOS દ્વારા ઓપન લર્નિંગધોરણ 10 અને 12ની સમકક્ષ માધ્યમિક શૈક્ષણિક કાર્યક્રમોવયસ્ક વય સંબંધિત સાક્ષરતા અને જીવન ઉત્કર્ષના કાર્યક્રમો વગેરે  લક્ષ્યો પ્રાપ્ત કરવા માટેની કેટલીક પ્રસ્તાવિત રીતો છેશાળા છોડી દેનારા અંદાજે બે કરોડ વિદ્યાર્થીઓને NEP 2020 અંતર્ગત પાછા મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવશે.

નવા અભ્યાસક્રમ તેમજ શિક્ષણશાસ્ત્ર વિષયક માળખા સાથે પ્રારંભિક બાળપણ સંભાળ અને શિક્ષણ

પ્રારંભિક બાળપણ સંભાળ અને શિક્ષણ પર વિશેષ ભાર મૂકતા, 10+2 અભ્યાસક્રમ માળખાના બદલે  5+3+3+4 અભ્યાસક્રમ માળખુ અનુક્રમે 3-8, 8-11, 11-14 અને 14-18 વયજૂથના વિદ્યાર્થીઓ માટે અપનાવવામાં આવ્યું છેઆનાથીઆજદિન સુધી શાળાકીય અભ્યાસક્રમમાં ના આવરી લેવાયેલા 3-6 વર્ષના સમૂહકે જેને વૈશ્વિક સ્તરે બાળકના માનસિક વિકાસ માટે મહત્વનો તબક્કો ગણવામાં આવે છે તેને પણ આવરી લેવામાં આવશેનવી પ્રણાલીમાં 12 વર્ષ શાળાકીય અભ્યાસના અને ત્રણ વર્ષ આંગણવાડીપ્રિ-સ્કૂલ અભ્યાસના રહેશે.

NCERT દ્વારા 8 વર્ષ સુધીના બાળકો માટે પ્રારંભિક બાળપણ સંભાળ અને શિક્ષણ માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ અને શિક્ષણશાસ્ત્ર વિષયક માળખું (NCPFECCE) તૈયાર કરવામાં આવશેઆંગણવાડી અને પ્રિ-સ્કૂલ સહિત સંસ્થાઓના નોંધપાત્ર પ્રમાણમાં વિસ્તરણ કરાયેલ અને મજબૂત બનાવવામાં આવેલા તંત્ર દ્વારા ECCE આપવામાં આવશે જેમાં શિક્ષકો અને આંગણવાડી કાર્યકરો ECCE શિક્ષણશાસ્ત્ર અને અભ્યાસક્રમમાં તાલીમબદ્ધ હશે. ECCEના આયોજન અને અમલીકરણની કામગીરી HRD મંત્રાલય અને મહિલા અને બાળક કલ્યાણ મંત્રાલય (WCD), આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (HFW) અને આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે.

શાળાકીય અભ્યાસ અને શિક્ષણશાસ્ત્રમાં સુધારા

શાળાકીય અભ્યાસક્રમ અને શિક્ષણશાસ્ત્રનો ઉદ્દેશ તમામ વિદ્યાર્થીઓને 21મી સદીના કૌશલ્યોથી સજ્જ કરીને તેમનો સર્વાંગી વિકાસ કરવાનોઆવશ્યક અભ્યાસમાં વૃદ્ધિ માટે અભ્યાસક્રમ સામગ્રીમાં ઘટાડો કરવાનો અને મહત્વપૂર્ણ વિચારશૈલી તેમજ પ્રયોગાત્મક અભ્યાસ પર મોટાપાયે ધ્યાન કેન્દ્રિત કરવાનો રહેશેવિદ્યાર્થીઓ પાસે વિષયો પસંદ કરવાની વધુ અનુકૂલનતા અને પસંદગીઓ રહેશેકળા અને વિજ્ઞાનઅભ્યાસક્રમ અને ઇતરપ્રવૃત્તિઓરોજગારલક્ષી અને શૈક્ષણિક પ્રવાહો વચ્ચે કોઇ કઠોર ભિન્નતા રાખવામાં નહીં આવે.

રોજગારલક્ષી શિક્ષણ છઠ્ઠા ધોરણથી શરૂ થશે અને તેમાં ઇન્ટર્નશીપ સામેલ રહેશે.

NCERT દ્વારા નવું અને વ્યાપક શાળાકીય અભ્યાસ માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું, NCFSE 2020-21 તૈયાર કરવામાં આવશે.

બહુ-ભાષાવાદ અને ભાષાની તાકાત

 નીતિમાં ઓછામાં ઓછા ધોરણ-5 સુધીના અભ્યાસમાં સૂચનાઓ આપવાના માધ્યમ તરીકે માતૃભાષાસ્થાનિક ભાષાપ્રાદેશિક ભાષા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છેપરંતુ ધોરણ- 8 અને તેનાથી આગળ પણ ચાલુ રાખવાની પ્રાધાન્યતા ગણવામાં આવશેસંસ્કૃતને ત્રણ ભાષાની ફોર્મ્યુલામાં સામેલ કરીને શાળાકીય અને ઉચ્ચ અભ્યાસમાં તમામ સ્તરે વિદ્યાર્થીઓને વિકલ્પ તરીકે આપવામાં આવશેકોઇપણ વિદ્યાર્થી પર કોઇ ચોક્કસ ભાષાનું ફરજિયાત પાલન કરવામાં આવશે નહીંભારતની અન્ય શાસ્ત્રીય ભાષાઓ અને સાહિત્યો પણ વિકલ્પો તરીકે ઉપલબ્ધ રહેશે'એક ભારત શ્રેષ્ઠ ભારત' જેવી પહેલ અંતર્ગત વિદ્યાર્થીઓ 'ભારતની ભાષાઓપર મનોરંજક પ્રોજેક્ટપ્રવૃત્તિઓમાં ભાગ લેશેકેટલીક વખત ધોરણ 6-8ના વિદ્યાર્થીઓ ભાગ લેશેમાધ્યમિક સ્તરે કેટલીક વિદેશી ભાષાઓ શીખવવામાં આવશેમૂકબધીર વિદ્યાર્થીઓને ઉપયોગમાં લેવા માટે સમગ્ર દેશમાં ભારતીય સાંકેતિક ભાષા (ISL)ને પ્રમાણિત કરવામાં આવશે અને રાષ્ટ્રીય તેમજ રાજ્ય અભ્યાસક્રમ સામગ્રી તૈયાર કરવામાં આવશે.

2035 સુધીમાં GERમાં 50% સુધીનો વધારો

NEP 2020 વ્યાવસાયિક શિક્ષણ સહિત ઉચ્ચ શિક્ષણમાં કુલ નામાંકન ગુણોત્તરમાં 26.3% (2018)થી 2035 સુધીમાં 50% સુધી વધારો કરવાનું લક્ષ્ય ધરાવે છેઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં 3.5 કરોડ નવી બેઠકો ઉમેરવામાં આવશે.

સર્વાંગી બહુવિષયક શિક્ષણ

NEP પરિવર્તનશીલ અભ્યાસક્રમવિષયોનું સર્જનાત્મક સંયોજનવ્યાવસાયિક તાલીમનું સંકલન અને યોગ્ય પ્રમાણપત્ર સાથે બહુવિધ એન્ટ્રી અને એક્ઝીટ પોઇન્ટ દ્વારા વ્યાપક આધાર ધરાવતાંબહુવિષયકસર્વાંગી પૂર્વ-સ્નાતક શિક્ષણની કલ્પના કરે છે. પૂર્વ-સ્નાતક બહુવિધ એક્ઝીટ વિકલ્પો અને  સમયગાળાની અંદર યોગ્ય પ્રમાણપત્રો સાથે કરી શકાશેઉદાહરણ તરીકેએક વર્ષ પછી પ્રમાણપત્ર, 2 વર્ષ પછી એડવાન્સ ડિપ્લોમા, 3 વર્ષ પછી સ્નાતકની પદવી અને 4 વર્ષ પછી સંશોધન સાથે સ્નાતક

વિવિધ HEI દ્વારા મેળવવામાં આવેલી શૈક્ષણિક ક્રેડિટનો ડિજિટલ રીતે સંગ્રહ કરવા માટે ‘એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટની સ્થાપના કરવામાં આવશેજેથી અંતિમ મેળવેલી ઉપાધી માટે તેનું હસ્તાંતર અને ગણતરી કરી શકાય.

IIT, IIMની જેમ દેશમાં બહુવિષયક શૈક્ષણિક અને સંશોધન યુનિવર્સિટી (MERU)ની સ્થાપના વૈશ્વિક માપદંડો ધરાવતી શ્રેષ્ઠ બહુવિષયક શૈક્ષણિક સંસ્થાના મોડલ તરીકે કરવામાં આવશે.

મજબૂત સંશોધન સંસ્કૃતિના સંવર્ધન અને સમગ્ર ઉચ્ચ શિક્ષણમાં સંશોધન ક્ષમતાના નિર્માણની સર્વોચ્ચ સંસ્થા તરીકે રાષ્ટ્રીય સંશોધન પ્રતિષ્ઠાનનું સર્જન કરવામાં આવશે.

Source