રાજ્યનાં પોલીસ વડા તરીકે શિવાનંદ ઝા નિવૃત થઇ રહ્યા છે.જેના કારણે નવા પોલીસ વડા તરીકે આશિષ ભાટિયાની નિમણુંક કરવામાં આવી છે. આશિષ ભાટિયા 1985 બેચના આઇપીએસ અધિકારી છે. આશિષ ભાટિયાનો હરિયાણામાં જન્મ થયો છે અને એન્જિનયરીંગનો અભ્યાસ કર્યો છે. તેઓ શાંત પ્રકૃતિના અધિકારી તરીકે જાણીતા છે. એટલું જ નહીં ગુનાનો ભેદ ઉકેલવામાં પણ તેઓ શાંત સ્વભાવે જ કામ લે છે. આશિષ ભાટિયા 2016માં સુરતના કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.આ ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના JCP અને CID ક્રાઇમ વડા સહિતની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે.જો કે રાજ્યનાં પોલીસ વડા તરીકે નવનિયુક્ત પોલીસ વડા શું છે ? તેમની વિશેષતા શું છે ?
વિશેષતા
- શાંત પ્રકૃતિના અધિકારી
- વર્ષ ૨૦૦૧ માં પોલીસ મેડલ મેળવી ચુક્યા છે
- વર્ષ ૨૦૧૧ પ્રેસીડન્ટ મેડલ મેળવી ચુક્યા છે
- આરોપીઓની સાત થી આઠ કલાક સુધી મેરેથોન પૂછપરછ કરી શકે છે
- પૂછપરછ રૂમની બહાર અન્ય પોલીસ અધિકારીઓની લાઈન લાગી હોય છે કે સાહેબ હમણાં કશું નવું બહાર લાવશે
- ડેટાબેઇઝ આધારે ગુનાઓની તપાસ કરવામાં માહિર
વિશેષ કામગીરી
- ૨૦૦૮માં અમદાવાદ સીરીયલ બ્લાસ્ટ થયો હતો તે સમયે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર હતા, અને તેમણે અને તેમની આખી ટીમે ભેગા થઈને ૨૦ જ દિવસમાં આખો કેસ ઉકેલી ૩૦ જેટલા આરોપીઓને પકડી લીધા હતા
- વર્ષ ૨૦૦૮ લઠ્ઠાકાંડ
- વર્ષ ૨૦૧૮ બીટ કોઈન કૌભાંડ કેસ
- ૨૦૧૯માં જયંતી ભાનુશાળી મર્ડર કેસ