જીએમડીસી ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા લોકોમાં પોલીસ આવતા દોડધામ મચી: અમદાવાદ

રવિવારના દિવસે GMDC ગ્રાઉન્ડ મા મોટાભાગના યુવાનો ક્રિકેટ રમવા આવતા હોય છે. અને કોરોનાની મહામારી પણ આ યુવાનો ક્રિકેટ રમવા માટે આવેલ અને ત્યાં સોશિયલ ડિસ્ટન્સ અભાવ અને માસ્ક વગર કેટલા લોકો ક્રિકેટ રમતા જોવા મળેલ.
ત્યાં પોલીસ આવતા યુવાનોમાં અને લોકોમાં દોડધામ મચી હતી. વૈશ્વિક મહામારી માં લોકોએ પોતે જાગૃત થવાની જરૂર છે અને ભીડ એકઠી કરવી ન જોઈએ. દિવસે દિવસે કોરોનાની મહામારી માં વધારો થઈ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને લોકોએ પોતાનું ધ્યાન પોતે જ રાખવું જોઈએ. સોશિયલ ડિસ્ટન્સ નુંં પણ ધ્યાન રાખવું જોઈએ અને માસ્ક નહિ પહેરવા પર સરકારે 500 રૂપિયાનું દંડ ની જોગવાઇ કરેલ છે.