પરંતુ કોરોના નું સંકટ હજુ થયું નથી અને કારણે તે હજી પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે આપણે ખૂબ જ વધારે સાવચેત રહેવાની જરૂર છે આપણે ધ્યાન રાખવાનું છે કે કેટલીક કોરોના જેટલા શરૂઆતમાં ઘાતક હતો તેટલો હજી પણ ઘાતક છે એટલે પૂરેપૂરી સાવચેતી રાખવાની જરૂર છે ચહેરા ઉપર માસ્ક બાંધવું કે ગમછા નો ઉપયોગ કરવાનો છે, બે ગજ નું અંતર, વારંવાર હાથ ધોવાના, ક્યાંય પણ થુકવું નહીં, સાફ સફાઈ નું પૂરું ધ્યાન રાખવું, આજ આપણા હથિયાર છે જે આપણને કોરોના થી બચાવી શકે છે. જ્યારે માસની વધુ જરૂર હોય છે ત્યારે જ આપણે માસ્કને ઉતરી દઈએ છીએ આ સમયમાં હું આપને આગ્રહ કરું છું જ્યારે પણ તમને માસ્ક ને લીધે પરેશાની અનુભવાતી હોય મન થતું હોય કે માસ્ક કાઢી નાખો તો પળવાર માટે ડોક્ટરો ને યાદ કરજો, નર્સોને યાદ કરજો, આપણા કોરોના યોદ્ધાઓ ને યાદ કરજો, તમે જુઓ છો કે તેઓ માસ્ક પહેરીને કલાકો સુધી સતત આપણા બધાના જીવન બચાવવા માટે લાગેલા છે આઠ-દસ કલાક સુધી માસ્ક પહેરીને રાખે છે શું એમને તકલીફ નથી થતી હોય થોડા એમને પણ યાદ કરો.
આજે 24 જુલાઈ છે અને આજનો દિવસ બહુ વિશેષ છે આજે કારગીલ વિજય દિવસ છે 21 વર્ષ પહેલા આજના દિવસે કારગિલ યુદ્ધમાં આપણે સેનાએ ભારતના વિજય નો ધ્વજ લહેરાવ્યો હતો સાથીઓ કારગીલનું યુદ્ધ એ પરિસ્થિતિમાં લડાયું તેને ભારત ક્યારેય ભૂલી નહીં શકે. પાકિસ્તાને મોટા મોટા મનસૂબા રાખીને ભારતની ભૂમિ પડાવી લેવા અને પોતાને ત્યાં ચાલતા આંતરિક કહલ થી ધ્યાન બીજે દોરવા માટે આ દુસ્સાહસ કર્યું હતું તે વખતે ભારત પાકિસ્તાન સાથે સંબંધો બનાવવા પ્રયાસરત હતું પરંતુ કહેવાય છે ને:
'બૈરુ અકારણ સહ કાહું સો, જો કર હિત અનહિત તાહું સો.'
એટલે કે દુષ્ટ નો સ્વભાવ જ હોય છે કોઈ સાથે વિના કારણે દુશ્મની કરવી. આવા સ્વભાવ ના લોકો જેઓ તેનું હિત કરતા હોય તેનું પણ નુકસાન જ વિચારે છે. એટલા માટે ભારતની મિત્રતાના જવાબ માં પાકિસ્તાન દ્વારા પીઠ પાછળ છરી મારવાની કોશિશ કરાઈ હતી પરંતુ ત્યાર પછી ભારતની સેનાએ જે પરાક્રમ બતાવ્યું. ભારતે પોતાની જે તાકાત બતાવી તેને પૂરી દુનિયા એ નિહાળ્યું હતું. તમે કલ્પના કરી શકો છો ઊંચા પહાડો પર બેઠેલા દુશ્મનો અને નીચેથી લડી રહેલી આપણી સેનાઓ, આપણા વીર જવાનો, પરંતુ જીત પહાડની ઊંચાઈ ની નહીં ભારતની સેના ની ઊંચી હિંમત અને સાચી વિર્તનીત થઈ.