વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 27 મી જુલાઈએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉચ્ચ થ્રુપુટ COVID-19 પરીક્ષણ સુવિધા શરૂ કરશે. આ સુવિધાઓ દેશમાં પરીક્ષણ ક્ષમતા વધારશે અને વહેલી તકે તપાસ અને સારવારને મજબૂત બનાવવામાં મદદ કરશે, આમ રોગચાળો ફેલાવવાને નિયંત્રિત કરવામાં મદદ કરશે.
આ મોટાપાયે પરીક્ષણ ક્ષમતા ધરાવતી સુવિધાઓ ICMR- રાષ્ટ્રીય કેન્સર નિવારણ અને સંશોધન સંસ્થા, નોઇડા; ICMR- રાષ્ટ્રીય પ્રજોત્પતિ આરોગ્ય સંશોધન સંસ્થા, મુંબઇ; અને ICMR- રાષ્ટ્રીય કોલેરા અને આંતરડા રોગ સંસ્થા, કોલકાતા ખાતે ઉભી કરવામાં આવી છે અને તેની મદદથી રોજના 10,000 સેમ્પલનું કોવિડ માટે પરીક્ષણ થઇ શકશે. આ લેબોરેટરીઓના કારણે પરીક્ષણ માટેના સમયમાં ઘટાડો થશે અને લેબોરેટરીમાં કામ કરતા કર્મચારીઓનો ચેપી તબીબી સામગ્રી સાથે પ્રત્યક્ષ સંપર્ક પણ ઘટી જશે. આ લેબોરેટરીઓ કોવિડ સિવાયની બીમારીઓના પરીક્ષણ માટે પણ સક્ષમ છે જેથી આ મહામારી પછી પણ ત્યાં હિપેટાઇટિસ બી અને સી, HIV, માઇકોબેક્ટેરિયમ ટ્યુબેરક્યૂલોસિસ, સાઇટોમેટગાલો વાયરસ, ક્લેમીડિયા, નેઇસેરિયાસ, ડેગ્યૂ વગેરેના પરીક્ષણો થઇ શકશે.