ભારતની ધરતી પર રાફેલ યુદ્ધ વિમાનો આવી પહોંચ્યા છે. હવે ભારતીય વાયુસેના ચીન અને પાકિસ્તાનના દુષ્ટ ઇરાદાઓનો નાશ કરશે. 2100 કિમી પ્રતિ કલાકની ઝડપે 5 મિનિટમાં પાકિસ્તાન અને 9મિનિટમાં ચીન પહોંચી શકે તેવા શક્તિશાળી રાફેલ વિમાન નો પ્રથમ બેચ ભારત પહોંચી છે. ભારતે ફ્રાન્સ સાથે ૩૬ રાફેલ વિમાનો ખરીદવા માટે રૂ. ૫૯૦૦૦ કરોડનો સોદો કર્યો છે. ફ્રાન્સથી ખરીદાયેલા ૩૬ આધુનિક રાફેલ વિમાનોમાંથી ૫ વિમાન લગભગ ૭૦૦૦ કિમીનું અંતર કાપી આજે બપોરે અંબાલા એરબેઝ પર આવી પહોંચ્યા છે. ભારતે જે શકિત મેળવી છે તેને લઇને દેશભરમાં જશ્ન મનાવાય રહ્યો છે. વાયુદળના વડા એર ચીફ માર્શલ આરકે એસ ભદોરીયાએ સ્વાગત કર્યું હતું.
નમ્બિયારે કહ્યું કે, 2002 માં છેલ્લું સુખોઈ ફાઇટર જેટ આપણા દેશમાં ઉતર્યું હતું. 18 વર્ષ પછી અમારી પાસે એક આધુનિક અને ભારે ફાઇટર જેટ આવી રહ્યું છે. હાલની પરિસ્થિતિ જોતાં, જ્યારે આપણને બંને પડોશી દેશો દ્વારા ધમકી આપવામાં આવે છે, ત્યારે રાફેલનું આવવું આપણા માટે ખુબ મહત્વનું છે.
એર માર્શલ નામ્બિયરે વધુમાં કહ્યું કે રાફેલ આ સમયે આકાશનું શ્રેષ્ઠ વિમાન છે. તેની તુલનામાં, પાકિસ્તાનના એફ -૧૬ અને જેએફ -૧૭ લડવૈયાઓ કયાંય રહ્યા નથી. જો તમારે રાફેલની તુલના ચેંગ્ડુ જે -૨૦ સાથે કરવી હોય, તો મને લાગે છે કે રાફેલ તેની ઉપર ઉભું છે.