ગૃહ મંત્રાલય (એમએચએ) એ આજે સંક્રમણ ઝોનની બહારના વિસ્તારોમાં વધુ પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. અનલોક-3, 1 ઓગસ્ટ, 2020 થી અમલમાં આવશે, જેના માટે તબક્કાવાર પ્રવૃત્તિઓ ફરીથી ખોલવાની પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી છે. આજે જારી કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી મળેલા પ્રતિસાદ અને કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો સાથેની વિસ્તૃત પરામર્શ પર આધારિત છે.
નવી ગાઇડલાઇનની હાઇલાઇટ્સ
- રાત્રી દરમિયાન લોકોની અવરજવર પર રાત્રી કર્ફ્યુ દૂર કરવામાં આવ્યું છે.
- યોગ ઇન્સ્ટિટ્યૂટ અને જિમ 5 ઓગસ્ટ, 2020 થી ખોલવાની મંજૂરી આપવામાં આવશે. આ સંદર્ભે સામાજિક અંતર સુનિશ્ચિત કરવા અને કોવિડ -19 ના ફેલાવાને રોકવા માટે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય (એસઓપી) જારી કરશે.
- સ્વતંત્ર દિનની ઉજવણીના આયોજન માટે સામાજિક અંતર અને માસ્ક પહેરવા જેવા અન્ય આરોગ્ય પ્રોટોકોલોનું પાલન કરવાની મંજૂરી આપવામાં આવશે. આ સંદર્ભમાં એમએચએ દ્વારા 21.07.2020 ના રોજ આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવું પડશે.
- રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે વાટાઘાટ કર્યા પછી નિર્ણય લેવામાં આવ્યો છે કે 31 ઓગસ્ટ, 2020 સુધીમાં શાળાઓ, કોલેજો અને કોચિંગ સંસ્થાઓ બંધ રહશે.
- વંદે ભારત મિશન અંતર્ગત મર્યાદિત સ્વરૂપમાં આંતરરાષ્ટ્રીય હવાઈ ને મંજૂરી આપવામાં આવી છે. તેને વધુ ખોલવાની પ્રક્રિયા ચકાસણી બાદ જ કરવામાં આવશે.
- નીચે જણાવ્યા સિવાયની તમામ પ્રવૃત્તિઓને કન્ટેનમેન્ટ ઝોનની બહાર પરવાનગી આપવામાં આવશે.:
- મેટ્રો રેલ
- સિનેમા હૉલ, સ્વિમિંગ પુલ, મનોરંજન ઉદ્યાનો, થિયેટર, બાર, ઓડિટોરિયમ, સભા ખંડો અને તેના જેવા અન્ય સ્થળો.
- સામાજિક/ રાજકીય/ મનોરંજન/ શૈક્ષણિક/ સાંસ્કૃતિક/ ધાર્મિક કાર્યક્રમો અને અન્ય વિશાળ સંગઠન કાર્યક્રમો. પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ આ બધી વસ્તુઓ ખોલવા માટેની તારીખ અલગથી નક્કી કરવામાં આવશે.
- સંક્રમણ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકડાઉનનું કડક અમલ 31 ઓગસ્ટ, 2020 થી ચાલુ રહેશે. એમએચએફડબ્લ્યુ દ્વારા જારી કરવામાં આવેલા માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને, રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશની સરકારોએ કોવિડ -19 ના ફેલાવાને અટકાવવાના હેતુસર ચેપગ્રસ્ત વિસ્તારો (કન્ટિમેન્ટ ઝોન) ની કાળજીપૂર્વક સીમાચિત્ર કરવી પડશે. સંક્રમણ અસરગ્રસ્ત વિસ્તારોમાં, કડક પ્રાદેશિક નિયંત્રણો લાગુ કરવા પડશે અને ફક્ત જરૂરી પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે.
- પરિસ્થિતિના આકારણીને આધારે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સંક્રમણ પ્રભાવિત વિસ્તારોની બહાર પસંદગીયુક્ત પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવી શકે છે અથવા જો જરૂરી હોય તો આવી પ્રતિબંધો લાદી શકે છે. જો કે, આંતર-રાજ્ય અને રાજ્યોમાં લોકો અને માલની અવરજવર પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. આવી હિલચાલ માટે કોઈ અલગ પરવાનગી / સ્વીકૃતિ / ઇ-પરવાનગીની જરૂર રહેશે નહીં.