કોરોનાં ને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ દુનિયા માટે ગંભીર ચેતવણી આપી

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ની પ્રવક્તા માર્ગરેટ હૈરિસે એક વર્ચ્યુઅલ બ્રીફિંગમાં કહ્યું કે કોરોના વાયરસ મહામારી એક મોટું મોજું છે. તેમાં થોડી વધઘટ થતી રહેશે પણ સૌથી વધારે ઉત્તમ બાબત એ છે કે તે સપાટ બની જાય. કોરોના વાયરસ પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એ એકવાર ફરી લોકોને ચેતવ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે લોકોએ કોઇપણ પ્રકારનાં ભ્રમમાં ના રહેવું જોઇએ કે કોરોના વાયરસ એક મોસમી બીમારી છે જે ઋતુ બદલાતા ઓછી થઈ જશે.આ નવો વાઇરસ છે અને તે અલગ રીતે વર્તે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ની ઇમરજન્સી કમિટિની બેઠક ગુરૂવારે યોજાશે જેમાં હૂના વડા ટેડરોસને આગળ કેવી રીતે વધવું તેની સલાહ આપવામાં આવશે. ઇન્ટરનેશનલ સ્તરે કોઇ ઇમરજન્સી જાહેર કરવામાં આવે તો તેની જાહેરાતના છ મહિના બાદ આ બેઠક યોજવાની પ્રથા છે.