15 મી ઓગસ્ટની ઉજવણી લઈને ગુજરાતમાં ગાઇડલાઈન બહાર પાડવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાવાયરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. તેની વચ્ચે અનલૉક - ૩ માં ઘણી છૂટછાટ આપવામાં આવી છે.
ગુજરાતમાં આગામી 15 મી ઓગસ્ટની ઉજવણી લઈને ગાઇડ લાઈન બહાર પાડવામાં આવી છે.
જેમાં રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. આ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પ્રવચન અને રાષ્ટ્રગાન થશે.
આની સાથે તાલુકા અને જિલ્લા કક્ષાની ઉજવણીને લઈને પણ ગાઈડલાઈન જાહેર કરાઈ છે.
- જિલ્લાના કાર્યક્રમોમાં 150 આમંત્રિતોને રાખવા માટે સૂચના અપાઈ છે.
- તાલુકા કક્ષાના કાર્યક્રમમાં 100 આમંત્રિતો રાખવા સૂચના અપાઇ છે.
- ગ્રામપંચાયત કક્ષાના કાર્યક્રમ માં 50 લોકોને આમંત્રણ આપવાનો ગાઇડલાઈનમાં ઉલ્લેખ કર્યો છે.
- જ્યારે ઉજવણી દરમિયાન મંચ પર 5 જ મહાનુભાવો ઉપસ્થિત રહેશે.