છેલ્લા કેટલાક દિવસથી અમુક બેંકોના એટીએમ(ATM)માંથી 2000 રૂપિયાની નોટ બહાર આવતી નથી. રિઝર્વ બેંકના 2019-20ના વાર્ષિક રિપોર્ટ મુજબ છેલ્લા એક વર્ષમાં 2000 રૂપિયાની નોટ છાપવામાં આવી નથી. એટલે કે માર્કેટમાં 2000 રૂપિયાની કોઈ નવી નોટ આવી જ નથી.
![]() |
પ્રતીકાત્મક તસ્વીર |
રિઝર્વ બેંકના 2019-2020ના વાર્ષિક રિપોર્ટ મુજબ માર્ચ, 2018ના અંત સુધી 2,000 રૂપિયાની નોટોની સંખ્યા 33,632 લાખ હતી. અને માર્ચ, 2019ના અંત સુધી ઘટીને 32,910 લાખે આવી ગઈ હતી. જ્યારે માર્ચ, 2020ના અંત સુધી 2000ની નોટની સંખ્યા વધુ ઘટીને 27,398 લાખ પર આવી ગઈ છે.
રિપોર્ટ પ્રમાણે ચલણમાં કુલ મૂડીમાં 2000ની નોટનો હિસ્સો માર્ચ,2018ના અંત સુધી 3.3% હતો જયારે માર્ચ, 2019ના અંત સુધી 3% અને માર્ચ, 2020ના અંત સુધી ઘટીને 2.4% રહ્યો છે. એટલે કે 2000ની નોટ માં સતત ઘટાડો થઈ રહ્યો છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે 2019-20માં નોટનો પુરવઠો પણ પાછલા વર્ષ કરતા 23.3% ઓછો રહ્યો.
રિપોર્ટ પ્રમાણે 2018થી ત્રણ વર્ષ દરમિયાન 500 અને 200 રૂપિયાની નોટના ચલણમાં વધારો થયો છે. મૂલ્ય અને માત્રા બંને પ્રમાણે 500 અને 200 રૂપિયાની નોટનું ચલણ વધ્યું છે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.