વસ્ત્રાપુર એરિયામાં આવેલા એ-વન મોલને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે સીલ કર્યો છે. કોર્પોરેશને હાઉસકીપિંગ અને સિક્યુરિટી સહિત તમામ સ્ટાફને રેપિડ ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો. મોલમાં લોકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગરનાં નિયમોનું પાલન ન કરતા નજરે પડ્યા હતા. મોલ લોકો ગમે તે રીતે હરતા ફરતા જોવા મળ્યા હતા અને આ બાબત કોર્પોરેશનના ધ્યાન પર આવતાં આજે કાર્યવાહી કરવામાં આવી છે અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સીલ મારી દેતા મોલ હવે બંધ કરવામાં આવ્યો છે. માત્ર હાઉસકીપિંગ અને મેઈન્ટેનન્સના કર્મચારીઓ જ મોલમાં જઈ શકશે.
મોલ ડિસઈનફેક્ટ કરવા અને સિક્યુરિટી હાઉસકીપિંગ સહિતના સ્ટાફનો રેપિડ ટેસ્ટ કરવા આદેશ કરવામાં આવ્યો છે. હાઉસકીપિંગ અને મેઇન્ટેનન્સ વિભાગના કર્મીઓ સિવાય કોઈને પણ મોલમાં પ્રવેશ ન આપવા જણાવ્યું છે.
અને ભવિષ્યમાં ક્યારેય પણ આ રીતની ગાઈડલાઈનનો ભંગ ન થાય તેની પણ બાંયધરી આપવી પડશે.
અનલોક 2 માં મોલને સોશિયલ ડિસ્ટન્સ અને ગાઈડલાઈન ના નિયમ સાથે ચાલુ કરવા દેવામાં આવ્યા હતા. એ-વન મોલ લોકોની ભીડ જોવા મળી હતી. મોલ દ્વારા ગાઇડ લાઇનનો લોકો પાસે પાલન ન કરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.