અમદાવાદમાં AMTS બસની બ્રેક ફેલ થતા ખાડામાં પડી, 4 મુસાફરો ઘાયલ : મોટી દૂર્ઘટના ટળી

અમદાવાદમાં AMTS બસની બ્રેક ફેલ થતા ખાડામાં પડી. એક મોટી દૂર્ઘટના ટળી  જોવા મળી છે. આ દૂર્ઘટનામાં 4 લોકોને ઇજા થઇ છે. અમદાવાદ શહેરમાં ચાલતી AMTS બસ વૈષ્ણોદેવી સર્કલ પાસે બ્રેક ફેલ થતા ખાડામાં પડી હતી. બસ ખાડામાં પડતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

વૈષ્ણોદેવી સર્કલ થી ઉજાલા ચોકડી પર રૂટ નંબર 501 ચાલતી બસ AMTS બસ વૈષ્ણોદેવી સર્કલ પાસે બ્રેક ફેલ થતા ખાડામાં પડી હતી. આ દૂર્ઘટનામાં 4 લોકોને ઇજા પહોંચી હતી. અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવયા છે. જો કે ત્યાં રહેલા પોલીસકર્મીઓ દ્વારા મુસાફરોના જીવ બચાવ્યાં હતા.  ક્રેન દ્વારા બસને ખાડામાંથી બહાર કાઢવામાં આવી રહી છે.

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.