આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, ગઈકાલે રાત્રે અમદાવાદમાં રીલીફ રોડ પર ફાયરીંગની ઘટનામાં ATS પર હુમલો થયો હતો. અમદાવાદમાં એટીએસ પર ફાયરીંગની ઘટનામાં મુંબઈના એક શાર્પ શૂટરનું કનેક્શન ખુલ્યું છે.
મળતી વિગતો પ્રમાણે આ શાર્પ શુટર અમદાવાદમાં રીલીફ રોડ પર આવેલી વિનસ હોટલ રોકાયો હતો. મુંબઈના આ શાર્પ શુટર મોહમ્મદ શેખ એ અમદાવાદની એટીએસ પર ફાયરિંગ કર્યું હતું. આરોપી રિલીફ રોડ પરની વિનસ હોટલમાં મહંમદ રફીકના નામે રૂમ નંબર 105 માં રોકાયો હતો.એટીએસને બાતમી મળતા તેને પકડવા માટે ગઈ હતી. આ દરમિયાન શાર્પ શૂટરે એટીએસ ટીમ પર ફાયરિંગ કર્યું હતું. પરંતુ એટીએસની ટીમે તેને ઝડપી પાડ્યો છે. શાર્પશૂટરે ઓટોમેટિક પિસ્ટલ સાથે પોલીસે તેને ઝડપી લીધો હતો. આ શાર્ટ શૂટર મુંબઈના ડોન છોટા શકીલનો સાગરીત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ગઈ કાલે 10.10 વાગ્યે હોટલમાં આવ્યો હતો. આ શાર્પશૂટર કોઈ રાજકીય નેતાની હત્યા કરવા માટે ગુજરાત આવ્યો હોય તેવો ખુલાસો થયો છે. હાલ ભાજપના નેતાની સુરક્ષામાં વધારો કરાયો છે.
Source news : Sandesh News
નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.