અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમાં વાહનચાલકો પાસેથી વાહન ટેક્સ વસૂલે છે ત્યારે સારા અને સ્વચ્છ, સુંદર, ખાડા વગરના રોડ આપવાની જવાબદારી કોર્પોરેશનની રહે છે.
પરંતુ કોર્પોરેશન તેમની જવાબદારીમાં ઊણી ઉતરે છે અને ખાડાને કારણે કમરમાં મણકાના દુખાવા બદલ રૂ.1 લાખ, સેવામાં ઊણપ બદલ રૂ.2 લાખ અને માનસિક યાતના ભોગવવા બદલ રૂ.25 હજાર મળી કુલ 3.25 લાખનો દાવો એક નાગરિક અને રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા એજન્સીના પ્રમુખ જશવંતસિંહ વાઘેલાએ દાવો માંડ્યો છે અને આ દાવા અંગેની નોટિસ મ્યુનિસિપલ કમિશનરને પાઠવી છે. આ ઉપરાંત રોડ પર રખડતાં ઢોર હટાવવાની જવાબદારી પણ તેમની જ છે.
Source news: Divyabhashkar
નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.