અમદાવાદના નરોડા વિસ્તારમાં કુબેરનગર A-વોર્ડ રેલવે ફાટક પાસેનું પ્રેમ માર્કેટનું ત્રણ માળનું કોમર્શિયલ કોમ્પ્લેક્ષ ગત મોડીરાત્રે એકાએક ધરાશાયી થયું હતું. આ ઘટનામાં એક વ્યક્તિનું કરૂણ મોત નિપજ્યું છે બે વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાય છે.
આ કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ત્રણ યુવકો સિલાઇ કામ કરી રહ્યાં હતા. એ સમયે ધડાકા સાથે કોમ્પ્લેક્ષ ધરાશાયી થયું હતું. કોમ્પ્લેક્ષ પડવાનો અવાજ સંભળાતા આસપાસના રહીશો ઘટના સ્થળે દોડી ગયા હતા. અને ઘટના અંગે પોલીસ તથા ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી હતી. અને કાટમાળમાંતી બે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. ધરાશાયી થયેલ કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ફસાયેલા યુવકોને બચાવવાની કામગીરી પાંચ કલાક ચાલી હતી. જેમાં બે યુવકોને બચાવી લેવાયા હતા, જ્યારે એક યુવકનું મૃત્યુ થયું હતું. રેસ્ક્યૂ કરાયેલા બન્ને યુવકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.