શા માટે ખૂલશે : 5મી સપ્ટેમ્બરએ ખુલનારા અંબાજીનાં દ્વાર 3જી સપ્ટેમ્બરએ ખૂલશે

કોરોનાને કારણે અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં લોકોની ભીડ એકત્રિત ન થાય તે માટે મંદિર પાંચમી સપ્ટેમ્બર સુધી જિલ્લા કલેક્ટરે બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. પરંતુ હવે ત્રીજી તારીખે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલની ઉત્તર ગુજરાત યાત્રા અંબાજીથી શરૂ થવાની હોવાથી આવા માઇ ભક્ત માટે કલેક્ટરે મંદિરના દરવાજા વહેલા ખુલ્લા મૂકવાનો નિર્ણય લીધો છે.

લોકોને ખોટું ન લાગે તેવા શબ્દોમાં કલેક્ટરે હુકમ બહાર પાડ્યો છે કે ભક્તોની ખૂબ લાગણી હતી તે માટે પાંચમીને બદલે તેમને દર્શન કરવાનો લ્હાવો મળે તે માટે ત્રીજી તારીખે જ મંદિરના દ્વાર ખોલી નખાશે. ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલના ત્રીજીથી પાંચમી સપ્ટેમ્બરના ઉત્તર ગુજરાત ત્રણ દિવસના પ્રવાસમાં તેઓ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર એમ છ જિલ્લાઓનો પ્રવાસ કરશે.

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.