ભારતના ગૃહમંત્રી અમિત શાહ કોરોનાનો જંગ જીત્યા, કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો

ભારતના ગૃહમંત્રી અમિત શાહનો આજે કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. અમિત શાહ કોરોના પોઝિટીવ આવ્યા બાદ દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવમાં આવ્યા હતા. આજે તેઓ ફરી સ્વસ્થ થયા છે. આ વાત અમિતશાહે એક ટ્વીટ કરી જણાવ્યું છે.

અમિત શાહે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, આજે મારો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. હું ઇશ્વરને આભાર વ્યક્ત છું અને જેમણે મારી તબિયત માટે શુભકામનાઓ વ્યક્ત કરી અને મારા પરિવારને દિલાસો આપ્યો તે તમામનો હું દિલથી આભાર માનું છું. તબીબોની સલાહ પર હજુ બીજા કેટલાક દિવસ હું હોમ આઈસોલેશનમાં રહીશ.

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.