ભારતના ગૃહમંત્રી અમિત શાહની તબિયત ખરાબ થતાં એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા

ભારતના કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ને ગઈકાલે રાત્રે નવી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ANI ન્યુઝના ટ્વીટના આધારે તેમની તબિયત ખરાબ થતાં નવી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ભારતના ગૃહમંત્રી અમીત શાહ ચાર દિવસ પહેલાં જ કોરોના સામે જંગ જીતે ને ઘરે પરત ફર્યા હતા. 14મી ઓગસ્ટે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો તે માહિતી તેમને જ ટ્વીટ કરીને આપી હતી અને તે હોમ આઇસોલેશન રહેવાના હતા અને પણ ગઈકાલે રાત્રે બે વાગે તેમને તાવ આવવો અને શ્વાસ લેવામાં તકલીફ થતા તેમને નવી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.