PM મોદી અયોધ્યામાં ત્રણ કલાક રોકાશે : રામ મંદિરના ભૂમિપૂજનનો કાર્યક્રમ

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે રામ મંદિરના ભૂમિ પૂજન નો શિલાન્યાસ થવા જઈ રહ્યો છે. રામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમ આવતીકાલે અતિભવ્ય રીતે યોજાવાનો છે તે પહેલાં બુધવારે અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થળ પર મંદિર નિર્માણ પહેલા ભૂમિપૂજન માટેના કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે જ આ માટે અયોધ્યા આવી રહ્યા છે અને નિર્માણ માટેના પાયાની ઈંટ રાખશે. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી અયોધ્યામાં કુલ ત્રણ કલાકનો સમય વિતાવશે.
પીએમ મોદીનો અયોધ્યાનો કાર્યક્રમ

- 5 ઓગસ્ટની સવારે દિલ્હીથી રવાના થશે.
- સવારે 9:35 કલાકે એ વિશેષ વિમાનમાં દિલ્હી થી ઉડાન કરશે.
સવારે 10:35 કલાકે લખનઉ એરપોર્ટ પર ઉતરાણ કરશે.
- સવારે 10:40 કલાકે અયોધ્યાથી પ્રસ્થાન.
સવારે 11:30 કલાકે અયોધ્યા સાકેત કોલેજના હેલીપેડ પર ઉતરાણ.
- સવારે 11:40 કલાકે હનુમાનગઢી પહોંચશે અને 10 મિનિટ સુધી પૂજા કરશે.
- બપોરે 12:00 કલાકે રામ જન્મભૂમિ કેમ્પસમાં પહોંચવા નો કાર્યક્રમ.
- બપોરે 12:15 કલાકે રામલાલ કેમ્પસમાં પારિજાત વૃક્ષનું વૃક્ષારોપણ.
- બપોરે 12:30 કલાકે ભૂમિપૂજન કાર્યક્રમનું ઉદ્ઘાટન.
- બપોરે 12:40 કલાકે રામ મંદિરના શિલાન્યાસની સ્થાપના.
- બપોરે  02:05 કલાકે સાકેત કોલેજ હેલિપેડ જવા માટે રવાના.
- બપોરે  02:20 કલાકે હેલિકોપ્ટર લખનઉ જવા રવાના.