ઓગસ્ટ મહિનામાં 13 દિવસ બેન્ક બંધ ધક્કો ના ખાતા સમયસર બેન્કનું કામ પતાવી લેજો

આજથી ભારતમાં અનલોક-3 લાગુ થઈ ગયું છે. સાથે જ રાજ્યમાં હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. અને તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે. ઓગસ્ટ મહિના માં ઘણા તહેવારો આવતા હોય છે. 

ઓગસ્ટ મહિનામાંઓ રજાઓને કારણે બેંક 13 દિવસ સુધી બંધ રહેવાની છે. આ રજાઓમાં રવિવાર અને બીજા-ચોથા શનિવારને પણ ગણવામાં આવ્યા છે.
ઓગસ્ટ મહિનામાં બેંકના રજાની શરૂઆત 1લી ઓગસ્ટ બકરી ઇદથી શરૂ થશે અને 31 ઓગસ્ટના રોજ ઓણમની રજા સાથે પૂરી થશે.

1 ઓગસ્ટે બકરી ઈદ 
2 ઓગસ્ટે રવિવાર 
3 ઓગસ્ટે રક્ષાબંધન 
8 ઓગસ્ટે બીજો શનિવાર 
9 ઓગસ્ટે રવિવાર 
11 ઓગસ્ટે જન્માષ્ટમી 
15 ઓગસ્ટે સ્વતંત્ર દિવસ 
16 ઓગસ્ટે રવિવાર 
21 ઓગસ્ટે હરિતાલિકા ત્રીજ 
22 ઓગસ્ટે ગણેશચતુર્થી અને ચોથો શનિવાર 
23 ઓગસ્ટે રવિવાર 
30 ઓગસ્ટે રવિવાર 
31 ઓગસ્ટે ઓણમ 

ઓગસ્ટ મહિનામાં લોકોએ બેંકના જે પણ કામ-કાજ હોય તે સમયસર પતાવી લેવા જોઈએ બેંકોની રજા હોય અને ધક્કો ન પડે. કારણ કે આ ઓગસ્ટ મહિનામાં બેંકો 13 દિવસ સુધી બંધ રહેવાની છે.