વિવાદીત ફેસબુક પોસ્ટથી બેંગલુરુમાં ભીષણ હિંસા, પોલીસ ફાયરિંગમાં બેનાં મોત

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં મંગળવારની રાત્રે વિવાદીત ફેસબુક પોસ્ટથી ભીષણ હિંસાની ઘટના સામે આવી છે. આ દરમિયાન હિંસાની પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ફાયરિંગ પણ કર્યું હતું. આ પોલીસ ફાયરિંગમાં બે લોકોનાં મોત થયા છે. અચાનક ભડકેલી હિંસાને કારણે 60 પોલીસ જવાનો પણ ઘાયલ થયા છે. જેમાં એક એડિશનલ પોલીસ કમિશનરનો પણ સમાવેશ થાય છે.


બેંગુલુરુના ડીજે હલ્લી અને કેજી હલ્લી પોલીસ સ્ટેશનમાં ભારે બબાલ થઈ હતી. જે બાદ ડીજે હલ્લી અને કેજી હલ્લી સ્ટેશનમાં કરફ્યૂ લગાવવામાં આવ્યો હતો. તો બેંગલુરુમાં કલમ 144 લગાવવામાં આવી છે. બેંગલુરુ પોલીસ કમિશનર કમલ પંતે જણાવ્યું કે સોશિયલ મીડિયામાં વિવાદીત-ભડકાઉ પોસ્ટ શેર કરનાર આરોપી નવીનની ધરપકડ કરી લેવામાં આવી છે.

બેંગલુરુમાં કોંગ્રેસ ધારાસભ્ય શ્રીનિવાસ મૂર્તિના ભત્રીજાએ સોશિયલ મીડિયા સાઈટ ફેસબૂક પર કથિત વિવાદીત પોસ્ટ કરી હતી. જો કે, તેના પછી તેણે આ પોસ્ટ ડિલિટ પણ કરી દીધી હતી. ત્યાં સુધીમાં તો વિવાદીત પોસ્ટને લઈ મોટી સંખ્યામાં ઉપદ્રવીઓ ધારાસભ્ય શ્રીનિવાસ મૂર્તિના બેંગલુરુ સ્થિત ઘરે પહોંચ્યા અને હુમલો કરીને ભારે તોડફોડ કરી હતી. 

બેંગલુરુ પોલીસ કમિશનર કમલ પંતે જણાવ્યું કે, 60 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે, એમાં એડિશનલ પોલીસ કમિશનર પણ છે. હંગામાને કાબૂ કરવા માટે પોલીસ તરફથી ફાયરિંગ કરવામાં આવેલ એમાં બે લોકોનાં મોત નિપજ્યા છે, અને એક શખ્સ ઈજાગ્રસ્ત થયો છે, જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે બેંગલુરુમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. અને ડીજે હલ્લી અને કેજી હલ્લી પોલીસ સ્ટેશનની આસપાસ કરફયૂ પણ લગાવવામાં આવ્યો છે.

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.