ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન : દેશના 13મા રાષ્ટ્રપતિ

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન થયું છે. સેનાની રિસર્ચ અને રેફરલ હોસ્પિટલે આ પહેલા કહ્યું હતુ કે પ્રણવ મુખર્જીની સ્થિતિ ચિંતાજનક છે અને હજુ તેમને વેન્ટિલેટર પર જ રાખ્યા છે. તેઓની સ્થિતિ ખુબ નાજુક હતી. બ્રેન સર્જરી કરાવ્યા બાદથી પ્રણવ મુખર્જીની સ્થિતિ ગંભીર હતી.

સેનાની રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલ અનુસાર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની સ્થિતિમાં સવારથી કોઇ ફેરફાર ન હતો. તેઓ કોમામાં હતા અને તેઓ સતત વેન્ટિલેટર પર હતા. 84 વર્ષના પ્રણવ મુખર્જી 2012 થી 2017 દરમિયાન દેશના 13મા રાષ્ટ્રપતિ તરીકે દાયિત્વ સંભાળ્યું હતું.

પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જીએ ટ્વિટ કરીને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધનની જાણકારી આપી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી એ પણ ટવીટ કરી શોક વ્યક્ત કર્યો છે. તેમને અંગ્રેજીમાં લખ્યું છે તેનું ગુજરાતી ભાષાંતર આ રીતે છે તેમણે લખ્યું છે કે ભારત રત્ન શ્રી પ્રણવ મુખર્જીના નિધન અંગે ભારતને શોક છે. તેમણે આપણા રાષ્ટ્રના વિકાસના માર્ગ પર એક અસીલ છાપ છોડી દીધી છે. એક વિદ્વાન સમાનતા, એક પ્રચંડ રાજકારણી, રાજકીય સ્પેક્ટ્રમ અને સમાજના તમામ વર્ગ દ્વારા તેની પ્રશંસા કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રી લખ્યું છે કે ભારતના રાષ્ટ્રપતિ તરીકે, શ્રી પ્રણવ મુખર્જીએ રાષ્ટ્રપતિ ભવનને સામાન્ય નાગરિકો માટે વધુ સુલભ બનાવ્યો. તેમણે રાષ્ટ્રપતિના ઘરને શિક્ષણ, નવીનતા, સંસ્કૃતિ, વિજ્ઞાન અને સાહિત્યનું કેન્દ્ર બનાવ્યું. કી નીતિ વિષય અંગેની તેમની મુજબની સલાહ મારા દ્વારા ક્યારેય ભૂલી નહીં શકાય.

પ્રધાનમંત્રી લખ્યું છે કે હું 2014 માં દિલ્હી આવ્યો હતો. પ્રથમ દિવસથી, મને શ્રી પ્રણવ મુખરજીના માર્ગદર્શન, સમર્થન અને આશીર્વાદ મળ્યા. હું તેની સાથેની મારી ક્રિયાપ્રતિક્રિયાને હંમેશાં પ્રશંસા કરીશ. ભારતભરમાં તેના પરિવાર, મિત્રો, પ્રશંસકો અને ટેકેદારો માટે સંવેદના. ઓમ શાંતિ.

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.