ગુજરાતના નવરાત્રીમાં ગરબા ખેલૈયાઓ માટે આનંદના સમાચાર, નવરાત્રિમાં ગરબા રમવા સરકાર છૂટછાટ આપે તેવી શક્યતા

કોરોનાની કપરી  મહામારી વચ્ચે ગુજરાતના નવરાત્રીના ગરબા ખેલૈયાઓ માટે સૌથી મોટા આનંદના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના ગરબા દુનિયામાં પ્રસિદ્ધ છે. ગુજરાતમાં નવરાત્રીના ગરબાનું આગવું મહત્વ છે, નવરાત્રીના ગરબા ખેલૈયાઓ આ તહેવારની રાહ જોઈને બેઠા હોય છે, પણ આ વખતે કોરોનાના કારણે નવરાત્રિ રદ થવાનો ભય સતાવી રહ્યો હતો. પરંતુ આજે નવરાત્રીના ગરબા ખેલૈયાઓના ચહેરા પણ ખુશી જોવા મળે તેવા આનંદના સમાચાર છે.

પ્રતીકાત્મક તસ્વીર 

હાલ ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે પણ ગુજરાતના નવરાત્રીના ગરબા ખેલૈયાઓ માટે ગરબા રમવા ગુજરાત રાજ્ય સરકાર છૂટછાટ આપી શકે છે. કોરોનામાં બનાવેલ ગાઈડલાઈન્સના નિયમોનું પાલન સાથે નવરાત્રિ આયોજનની છૂટ મળી શકે છે, તેવી સંભાવના આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે.  રાજકોટમાં તો એક ગરબા આયોજકે અત્યારથી પાસ બુકિંગની જાહેરાત પણ કરી નાંખી છે.

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Source News:- Sandesh