કેન્દ્રની મોદી સરકારના એક આદેશથી સરકારી કર્મચારીઓ ફફડાટ : ભ્રષ્ટાચારીયાઓની ઓળખ શરુ

કેન્દ્ર સરકારના આ નિર્ણયથી લગભગ 49 લાખ સરકારી કર્મચારીઓ પરસેવો વળી ગયો છે. કેન્દ્રની સરકારે હવે ભ્રષ્ટ અને અયોગ્ય સરકારી કર્મચારીઓ પર લગામ લગાવવાની તૈયારી કરી નાખી છે. આ માટે મોદી સરકારે આદેશ પણ આપ્યા છે. આદેશ હેઠળ એવા ભ્રષ્ટ અને અયોગ્ય સરકારી કર્મચારીઓની ઓળખ કરવામાં આવશે અને આવા કર્મચારીઓને સમય પહેલા જ નિવૃત્ત કરવા પર ભાર મૂકવામાં આવશે. 

કર્મચારી મંત્રાલયના આદેશમાં આ વાત કરવામાં આવી હતી. કેન્દ્રીય સિવિલ સર્વિસીસ (પેન્શન) નિયમો, 1972 ના મૂળભૂત નિયમો (એફઆર) 56 (જે) અને 56 (આઇ) અને નિયમ (48) (1) (બી) હેઠળ કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે જે સરકારને યોગ્ય અધિકાર આપે છે. કર્મચારીને જાહેર હિતમાં જરૂરી હોય તો નિવૃત્ત થવાનો 'સંપૂર્ણ અધિકાર' આપે છે.

કેન્દ્ર ની મોદી સરકારે જે નવી ગાઇડ-લાઇન જાહેર કરી છે. તે હેઠળ કેન્દ્ર સરકારની સરકારી સેવામાં 30 વર્ષ પૂર્ણ થઇ ચૂકેલા અથવા 50-55 વર્ષની ઉંમરના કર્મચારીઓની સેવા રિકોર્ડની તપાસ કરવામાં આવશે. સરકારે કહ્યું કે આવા કર્મચારીઓની ક્ષમતા અને ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરવામાં આવે. કેન્દ્ર સરકારે કહ્યું કે સર્વિસ રિકોર્ડ તપાસ બાદ નક્કિ કરવામાં આવશે કે તેઓ યોગ્ય રીતે કામ કરી રહ્યા છે કે નહીં. જો નહીં, તો તેમને લોકહિતમાં સમય પહેલા જ રિટાયર કરવામાં આવશે.

મીડિયા માહિતી મુજબ સરકારે ગાઇડલાઇન બહાર પાડી છે. કેન્દ્રની સરકાર સરકારી કર્મચારીઓના રિકોર્ડની તપાસ કરશે. આના હેઠળ અયોગ્યતા અને ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરવામાં આવશે. અને જે કોઈ સરકારી કર્મચારી અયોગ્ય અને ભ્રષ્ટ સાબિત થશે તેના સેવાનિવૃત્ત (રિટાયર) થવા પર ભાર મૂકવામાં આવશે. આ માટે એક રજિસ્ટર પણ તૈયાર કરવા કહેવામાં આવ્યું છે.

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

source news :- Prabhat Khabar / sandesh