ઈકબાલ અન્સારીને મળ્યું આમંત્રણ : રામ મંદિર ભૂમિ પૂજનના ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે.

અયોધ્યામાં 5 ઓગસ્ટ 2020ના થનાર રામ જન્મભૂમિ મંદિરના ભૂમિ પૂજન માટેની લગભગ તૈયારીઓ થઈ ગઈ છે. આ કાર્યકમમાં અતિથિઓને આમંત્રણ મોકલવામાં આવી રહ્યા છે.
ઈકબાલ અન્સારી જેઓ અયોધ્યા કેસ ના પક્ષકાર હતા. તેમણે પણ ભૂમિપૂજન માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છું. આમંત્રણ મળ્યા પછી અન્સારીએ કહ્યું કે હું માનું છું કે ભગવાન રામની ઈચ્છા હતી કે મને આમંત્રણ મળે. અને હું તેને સ્વીકારું છું. આ કાર્યકમમાં ભાગ લેવા થોડાજ લોકોને આમંત્રણ અપાયું છે.