જામનગરની સૌથી મોટી જી.જી. હોસ્પિટલમાં ICU વોર્ડમાં ભીષણ આગ

થોડા દિવસો પહેલા અમદાવાદના નવરંગપુરા વિસ્તારમા આવેલી શ્રેય હોસ્પીટલમાં મધ્યરાત્રીએ ICU વોર્ડમાં આગની ઘટના બની હતી. જેમાં કોરોનાની સારવાર લઈ રહેલ 8 દર્દીઓના દુઃખદ મોત થયા હતા. આજે જામનગરની જી.જી હોસ્પિટલમાં ICU વિભાગમાં અચાનક આગ લાગી હતી અને લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ વોર્ડમાં 10થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યાં હતાં. હાલ તો લોકો દર્દીઓને બારીમાંથી રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી રહ્યાં છે.
ANI NEWS- JAMNAGAR G G HOSPITAL
જામનગરની સૌથી મોટી ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલના જૂના બિલ્ડીંગમાં આજે બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી. સારવાર હેઠળ રહેલા દર્દીઓને તાબડતોબ બહાર કાઢવા કામગીરી શરૂ કરવામાં આવી હતી અને સમગ્ર હોસ્પિટલમાં દોડધામ મચી હતી.

આગની ઘટનાની માહિતી મળતાની સાથે જ ફાયરબ્રિગેડ ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરબ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવા માટે બધા પ્રયત્નો હાથ ધરાયા છે. આગ લાગવાથી કોઇ જાનહાની થયાના કોઇપણ સમાચાર આવ્યા નથી, હાલમાં આગ લાગવા પાછળનું  કોઈ કારણ પણ સામે આવ્યું નથી.