શામળાજી મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવમાં રાત્રે 12ના ટકોરે મંદિરના દ્વાર ખોલી નાખવામાં આવ્યા છે. ભગવાનને રંગબેરંગી વાઘા શણગાર કરવામાં આવ્યાં છે. ભગવાન શ્રી કૃષ્ણના આ અલૌકિક રૂપના ઓનલાઇન દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવ કર્યો છે. શ્રી કૃષ્ણ ભગવાનના જન્મબાદ વિવિધ વિધિ કરવામાં આવી હતી. જેમાં શ્રી કૃષ્ણ ભગવાનને મુખ દર્શન કરાવવામાં આવ્યું હતું. તેના પછી તેમની નજર ઉતારવામાં આવી હતી. ભગવાન કૃષ્ણની શંખનાગ સાથે આરતી કરવમાં આવી હતી.
શામળાજી મંદિર પરિસર ‘નંદ ઘેર આનંદ ભયો‘ના નાદથી ગૂંજી ઉઠ્યું છે. ‘જય રણછોડ માખણ ચોર’ થી શામળાજી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ શામળાજી માં ઓનલાઇન ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોઉત્સવનો આનંદ લીધો.
નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.