અમદાવાદમાં મેટ્રો રેલ phase-1ની 6.5 કિમીની અપ-ડાઉન ટનલ તૈયાર, CMએ ટ્વિટ કરી ઐતિહાસિક સિદ્ધિ ગણાવી

અમદાવાદ મેટ્રો રેલની ભૂગર્ભ ટનલનું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયું છે. આ વિશે રાજ્યના CM વિજયભાઈ રૂપાણીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી. અમદાવાદમાં 6.51 કિલોમીટરની ભૂગર્ભ ટનલનું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ કરી લેતા અમદાવાદીઓને હવે અંડરગ્રાઉન્ડ મેટ્રો રેલની મુસાફરી ખુબ જલ્દી કરવા મળી શકે છે. અમદાવાદમાં એપરલ પાર્કથી શાહપુર વચ્ચે મેટ્રો રેલની ભૂગર્ભ ટનલનું કામ પૂર્ણ થઈ ગયું છે. અપ અને ડાઉનલિંકનું કામ પૂર્ણ થયું છે.
અમદાવાદમાં 6.51 કિમી ભૂગર્ભ ટનલમાં મેટ્રો રેલ દોડશે. ટનલનુ કામ માર્ચ 2017માં શરુ કરવામાં આવ્યું હતું. સરસપુર ટનલની કામગીરી પણ 60 ટકા પૂર્ણ થઇ ચૂકી છે.  અત્યારે કાલુપુર સિવાય સરસપુર પણ ટનલનુ કામ ચાલુ હતું. તે કામ પણ 60 ટકા જેટલુ પુરુ થઈ ગયું હતું. 6 કીલોમીટર વચ્ચે 4 સ્ટેશન હશે.