દીવમાં જવા માટે ઈ પાસ ની જરૂર નહીં, અમદાવાદ, સુરત અને મહારાષ્ટ્રથી આવતા પ્રવાસીઓ માટે

કોરોનાના કારણે થયેલ લોકડાઉન પછી કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ના તંત્રએ પ્રવાસીઓ માટે દીવ ના દરવાજા ખોલી નાખ્યા છે. જો કે હજુ પણ ટુરિસ્ટ પ્લેસીસ યાત્રીઓ માટે બંધ રાખવામાં આવશે. ઉનાળાના વેકેશનમાં ઘણા લોકો દીવમાં ફરવા માટે જાય છે અને ત્યાંની હોટલોને સૌથી વધુ નફો કમાવવાની તક ગુમાવ્યા બાદ હોટલના માલિકોને હવે સારા સમાચાર મળ્યા છે.
પ્રતીકાત્મક તસ્વીર 

દીવના કલેકટર સલોની રાયે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે હવેથી દીવમાં પ્રવેશવા માટે કોઈ અલગ ઈ પાસ કે પરમિશનની જરુર પડશે નહીં. જિલ્લાના તંત્રએ આ પ્રદેશમાં અમદાવાદ, સુરત અને મહારાષ્ટ્રથી આવતા પ્રવાસીઓ માટે ઈ પાસ ફરજિયાત હોવાની શરત કાઢી નાખી હતી.

દીવ દમણ બંને સ્થળોએ હોટલના માલિકો આવતા અઠવાડિયે જયારે રાજ્ય સરકાર ટુરિસ્ટ પ્લેસીસ ખોલી દે તેની રાહ જોઈ રહ્યા છે. અત્યારે અહીં બાર પણ બંધ છે. પરંતુ વાઈન શોપ્સ ખુલ્લી છે. દીવની જો વાત કરવામાં આવે તો અહીં અત્યાર સુધી કોરોનાના 185 કેસ નોંધાયા છે. કોરોના અને લોકડાઉનના પગલે પ્રવાસીઓ ફરવા માટે અહીં આવવાનું ટાળી રહ્યા છે.

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.