પ્રધાનમંત્રી : દરેક ભારતીય સુધી વેક્સીન ટૂંક સમયમાં પહોંચાડવામાં આવશે, ભારતમાં એક-બે નહીં, ત્રણ વેક્સીન ટેસ્ટિંગ અલગ-અલગ તબક્કામાં છે

ભારતના 74 માં સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી સવારે સાડા સાત વાગ્યે ત્રિરંગો લહેરાવ્યો હતો. આ પછી તેમણે રાષ્ટ્રધ્વજને સલામી આપીને રાષ્ટ્રને સલામી આપી હતી. તે બાદ જ્યારે પીએમ મોદીએ રાષ્ટ્રને સંબોધન કરવાનું શરૂ કર્યું, ભારતમાં કોરોના વેક્સિનનું ટેસ્ટિંગ અલગ અલગ તબક્કામાં ચાલી રહ્યું છે. દરેક ભારતીય સુધી તે ટૂંક સમયમાં પહોંચાડવામાં આવશે.

ભારતમાં 74મો સ્વતંત્રતા દિવસ કોરોના કાળમાં આવ્યો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાયરસ રોકવા વિશે પણ જાહેરાત કરી. તેમણે કહ્યું છે કે, ભારતમાં કોરોના વેક્સીન ક્યારે તૈયાર થશે તે એક મોટો સવાલ છે. આપણાં દેશના વૈજ્ઞાનિકો ઋષિ-મૂનિઓની જેમ આ કામમાં ખૂબ મહેનત કરી રહ્યા છે. 

ભારતમાં એક-બે નહીં, પરંતુ ત્રણ-ત્રણ વેક્સીન ટેસ્ટિંગ અલગ અલગ તબક્કામાં છે. જ્યારે વૈજ્ઞાનિકો તરફથી ગ્રીન સિગ્નલ મળશે ત્યારે તેનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવશે. તેની સંપૂર્ણ તૈયારીઓ છે. દરેક ભારતીય સુધી વેક્સીન ઓછામાં ઓછા સમયમાં પહોંચાડવામાં આવશે, તેનું માળખુ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે.

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.