પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રમકડા ઉધોગોને મજબૂત કરવા અંગે ભાર મૂક્યો : મન કી બાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયોના કાર્યક્રમ ‘મન કી બાત’ના માધ્યમથી દેશને સંબોધિત કર્યું. મન કી બાતમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે કોરોનાની મહામારીમાં નાગરિકોને પોતાની જવાબદારીનો અહેસાસ છે. દરેક પ્રકારના ઉત્સવોમાં લોકો ધીરજ રાખી રહ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશમાં સપ્ટેમ્બર મહિનો ‘ન્યૂટ્રિશય મંથ’ તરીકે ઉજવાશે. તેમણે દેશી એપ્સ અંગે જણાવ્યું કે દેશવાસીઓને અપીલ કે તેઓ 'કોઇ ઇમ્પલીમેન્ટ કરે, આગળ આવે, કંઇક ઇનોવેટ કરે' દુનિયાભરમાં ભારતની આગવી ઓળખ બનશે. તેમણે લોકલ રમકડાં માટે પણ ‘વોકલ’ થવાની પણ અપીલ કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મન કી બાત સાંભળી રહેલા બાળકોના માતા-પિતા પાસેથી  ક્ષમતા માંગું છું. કારણ કે બની શકે કે જ્યારે હવે તેઓ મન કી બાત કાર્યક્રમ સાંભળ્યા બાદ રમકડાની નવી-નવી ડિમાન્ડને કદાચ એક નવું કામ સામે આવી જશે. રમકડાં જ્યાં એક્ટિવિટી વધારનાર છે તો રમકડાં આપણી આકાંક્ષાઓને પણ ઉડાન આપે છે. રમકડા માત્ર મન જ ખુશ કરતું નથી પરંતુ રમકડાં મન બનાવે પણ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે 5મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન ઉજવીશું. બદલાતા સમયની સાથે શિક્ષકો સામે પણ નવ પડકારો છે. તેઓએ તમામ પડકારોનો સ્વીકાર કર્યો છે. નવી શિક્ષણ નીતિ દ્વારા તેમાં અગત્યની ભૂમિકા ભજવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતીયોના સોલ્યુશન અને ઇનોવેશન આપવાની ક્ષમતાને દુનિયા માને છે. આપણા ત્યાંના બાળકો, વિદ્યાર્થીઓ, પોતાની પૂરી ક્ષમતા બતાવી શકયા, પોતાનું સામર્થ્ય બતાવી શકયા, તેમાં ઘણી મોટી ભૂમિકા પોષણની પણ હોય છે.

પ્રધાનમંત્રી એ મન કી બાતમાં ખેડૂતોની પણ વાત કરી. ખેડૂતોને નમન છે અન્નદાતાને નમન છે તેમ કહ્યું. આપણા દેશમાં આ વખતે ખરીફ પાકની વાવણી ગત વર્ષની સરખામણીમાં 7 ટકા વધુ છે.

પ્રધાનમંત્રીએ કોરોનાની મહામારી વચ્ચે અનલોક 4ને લઇ પોતાની વાત લોકો સાથે શેર કરી. કેન્દ્ર સરકારે અનલોક-4ની ગાઇડલાઇન 7મી સપ્ટેમ્બરથી મેટ્રો સર્વિસ શરૂ કરવાની મંજૂરી આપી છે. 21મી સપ્ટેમ્બરથી ધાર્મિક આયોજનમાં 100 લોકોને સામેલ થવાની મંજૂરી આપવામાં આવી છે. આયોજનોમાં જરૂરી ફેસ માસ્ક, સોશિયલ ડિસ્ટેંસિંગ, થર્મલ સ્ક્રીનિંગ, સેનેટાઇઝર અને કોરોના પ્રોટોકોલ્સના નિયમોનું પાલન કરવું પડશે અને સ્વાભાવિક છે કે પીએમ મોદીનું આ વાત પર જોર રહેશે.

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.