કોરોનાની મહામારી વચ્ચે કેન્દ્ર સરકારે અનલોક -3 માટે જાહેર કરેલી ગાઈડ લાઈન મુજબ કન્ટેનમેન્ટ સિવાયના વિસ્તારમાં વિવિધ પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આપી છે. હવે ગુજરાત રાજ્ય સરકારે હોટેલ અને રેસ્ટોરન્ટ માટે ટેકઅવે એટલે કે પાર્સલ સુવિધા માટે સમય અવધિ દૂર કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. દુકાનો માટે રાત્રે 8 વાગ્યા અને હોટલ રેસ્ટોરન્ટ માટે 10 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની મંજૂરી અપાઇ છે.
![]() |
પ્રતીકાત્મક તસવીર |
હવે રાજ્યના ગૃહ વિભાગના જાહેરનામા મુજબ હોટલ રેસ્ટોરન્ટ ખુલ્લી રાખવા માટે 10 વાગ્યા સુધીની સમયની અવધી છે. પરંતુ પાર્સલ સુવિધા માટે સમય મર્યાદા દૂર કરાઈ છે. ગૃહ વિભાગના નિર્ણયથી હોટલ રેસ્ટોરન્ટ મોડી રાત સુધી ખુલ્લા રહી શકશે. પરંતુ આદેશમાં સ્પષ્ટ જણાવ્યું છે કે માત્ર પાર્સલ સર્વિસ માટે સમયની અવધી દૂર કરાઈ છે. લોકો હોટલ કે રેસ્ટોરેન્ટ પરથી જમવાનું પેક કરાવીને ઘરે ઓફિસે કે અન્ય જગ્યાએ લઈ જઈ શકે છે. રાત્રે 10 વાગ્યા બાદ હોટલ રેસ્ટોરન્ટ માં બેસીને જમી નહીં શકે. જો રાત્રે 10 વાગ્યા બાદ હોટલ કે રેસ્ટોરન્ટમાં બેસીને લોકો જમતા જણાશે કે તેની બહાર ભીડ ઊભી થતી જણાશે તેમ જ સોસીયલ ડિસ્ટનનું પાલન થતું નહી હોય તેવા કિસ્સામાં પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
Source News Divya Bhaskar