આજથી RTE એક્ટ-2009 અન્વયે શૈક્ષણિક વર્ષ 2020-2021 ની પ્રવેશ ફોર્મ ભરવાનાં શરૂ, ક્યાં પુરાવા અને કોણ ભરી શકે

ગુજરાત સરકાર દ્વારા RTE એક્ટ-2009 ની કલમ ૧૨ (૧) હઠેળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમા 25% મજુબ વિના મુલ્યે ધોરણ -1 માં નબળા અને વંચિત જૂથના બાળકોનેપ્રવેશ આપવાની યોજના અમલમાં છે. આજથી RTE એક્ટ-2009 અન્વયે શૈક્ષણિક વર્ષ 2020-2021 ની પ્રવેશ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા. જે બાળકોએ 1 જૂન-2020 ના રોજ પાંચ વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા બાળકો ને પ્રવેશઆપવામાં આવશે.

પ્રવેશ મળેવવા માટે બાળકના વાલી https://rte.orpgujarat.com વેબસાઈટ પર તા.19/08/2020 થી તા.29/08/2020 દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકશે. સદર પ્રવેશ પ્રકિયા દરમિયાન જરૂરી ડોક્યુમેન્ટ સાથે વાલીએ રીસીવીંગ સેન્ટર ખાતે ફોર્મ જમા કરાવવાની પ્રક્રિયા COVID-19 મહામારીના કારણે રદ કરેલ છે.

ક્યાં પુરાવા જોઈશે.

વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી પુરાવા જેવા કે 
* જન્મ-તારીખનો દાખલો
* પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ
* આધારકાર્ડ
* રહેઠાણનો પુરાવો
* બેંકની પાસબુક
* જાતિ/કેટેગરીનો દાખલો  (જો લાગુપડતો હોય) 
* આવકનો દાખલો  (ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 આવક અને શહેરી વિસ્તારમાં 1,50,000 આવકનો દાખલો લાગુ પડશે.)

પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહશે.