મહારાષ્ટ્રમાં રાયગઢ જિલ્લામાં 5 માળની ઇમારત ધરાશયી, 50થી વધુ લોકો દટાયાની આશંકા

મહારાષ્ટ્રમાં એક મોટી કુદરતી દુર્ઘટના સર્જાઈ છે. સોમવારેની સાંજે રાયગઢ જિલ્લાના મહાડ શહેરમાં તારિક ગાર્ડન નામની એક 5 માળની ઇમારત ધરાશાયી થઈ એવા સમાચાર મળ્યા છે. લોકોની વાસ્તવિક સંખ્યા અંગે કોઈ માહિતી મળી નથી. પરંતુ એવો અનુમાન છે કે લગભગ 50થી વધુ લોકો ઇમારતના કાટમાળમાં ફસાયા હશે.

ANI Image - Maharashtra's Raigad district Tariq Garden building

માહિતી પ્રમાણે ઘટનાની ગંભીરતાને જોતા પુણેથી NDRFની બે ટીમ ઘટનાસ્થળે પહોંચવા રવાના કરી છે. લગભગ 50થી વધુ લોકો ઇમારતના કાટમાળમાં ફસાયા હશે. હાલ તેઓ ને બચાવવાની કામગીરી ચાલી રહી છે અને કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કાર્ય રેસ્ક્યૂ ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. 


આ બનાવ અંગે જિલ્લા કલેકટર નિધિ ચૌધરીએ એક ખાનગી મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે આ ઇમારત 10 વર્ષ પહેલા બનાવવામાં આવી હતી. ઇમારતના ઉપર ના ત્રણ માળ પડી ગયા છે. આ ઇમારતમાં 50થી60 લોકો દટાયા હશે તેવું અનુમાન છે. તેમણે કહ્યું કે આ ઇમારત તળાવની પાસે આવેલી છે. મકાન બનાવવામાં ખરાબ મટિરિયલ અથવા ડિઝાઇનિંગની સમસ્યા હતી, આ તપાસનો વિષય છે. અત્યારે અમે લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જેથી વધુમાં વધુ લોકોને બચાવી શકીએ.

ગૃહમંત્રી અમિત શાહે આ ઘટનાને દુ:ખદ ગણાવી અને લખ્યું કે, મહારાષ્ટ્રમાં રાટગઢમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના ખૂબ જ દુ:ખદ છે. NDRFના ડીજીથી આ અંગે વાત થઈ અને દરેક જરૂરી મદદ પહોંચાડવાનું કહ્યું છે. તેમની ટીમ રસ્તામાં છે. તેઓ જલ્દી ઘટનાસ્થળે પહોંચી કામ શરૂ કરી દેશે. બધા લોકો સુરક્ષિત રહે એવી પ્રાર્થના કરું છું.

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.