આજનો દિવસ સત્ય, અહિંસા, આસ્થા અને બલિદાનની ન્યાયપૂર્ણ ભારતની અનુપમ ભેટ છે : પીએમ મોદી

રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શિલાન્યાસ થયો. જેની આખા જગતમાં રાહ જોવાઇ રહી હતી તે ઘડી આવી ચૂકી છે.
રામ મંદિરના ભૂમિ પૂજનમાં સોશિયલ ડિસ્ટન્સની કાળજી રાખવામાં આવી હતી.
શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે દિલ્હીથી રવાના થઈને લખનઉ એરપોર્ટ પર ઉતર્યા હતા અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે અયોધ્યામાં સાકેત હેલીપેડ ઉતરાણ કર્યું હતું અને હેલિકોપ્ટરમાં ઉતર્યા પછી તરત જ તેમણે પ્રજાને એક મેસેજ આપ્યો હતો તે મેસેજ તેમને ઉતરતાની સાથે જ માસ્ક પહેર્યું હતું. ત્યાર પછી તેઓ ત્યાંથી હનુમાનગઢી જઈને પૂજન-અર્ચન કર્યા હતા. પછી રામલલા પહોંચ્યા હતા અને ત્યાં એક પારિજાત છોડનું રોપણ કર્યું હતું. રામ જન્મભૂમિ અયોધ્યા ભૂમિ પૂજન અને શિલાન્યાસ કર્યાે.
- રામ મંદિરના નિર્માણની વડાપ્રધાનશ્રીએ પહેલી ઈંટ મૂકી.
- 175 સાધુઓની હાજરીમાં ભૂમિ પૂજન કરવામાં આવ્યું.
- મોહન ભાગવતે મંચ પરથી સંબોધન આપ્યું. તેમણે કહ્યું 30 વર્ષની મહેનતનું ફળ મળ્યું.
- સીએમ આદિત્યનાથ યોગી એ કહ્યું પાંચ સદી નો સંકલ્પ પૂર્ણ થયો.
- પ્રધામંત્રીશ્રીએ કહ્યું કે આજનો દિવસ સત્ય, અહિંસા, આસ્થા અને બલિદાનની ન્યાયપૂર્ણ ભારતની અનુપમ ભેટ છે.