હાલમાં ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર જે રીતે વધી રહ્યો છે. તેને લઈને સમગ્ર તંત્ર દોડધામ કરી રહ્યું છે આ કોરોનાની મહામારી ને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ જાહેરમાં માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટનસ રાખવું ખુબ જરૂરી છે અને તેનો કડકાઇથી અમલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ કામગીરી દરમિયાન રીલીફ રોડ પર આવેલ મૂર્તિમંત કોમ્પ્લેક્સ બંધ કરવામાં આવ્યું છે. અહીં માર્કેટમાં ભીડ થયેલ હોવાથી સોશિયલ ડિસ્ટનસનો અભાવ જોવા મળ્યો અને ઘણા લોકોએ માસ્ક ન પહેરેલ તે બદલ 120 દુકાનોને સીલ કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોશિયલ ડિસ્ટનસના આ અભાવને કારણે દુકાનો અને મોલને સીલ કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.