રશિયાના સત્તાવાર દસ્તાવેજો અનુસાર એક ડેલી મેલની રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને જે કોરોના વેક્સિનના સફળ થવાની જાહેરાત કરી હતી તેનું પરીક્ષણ ફક્ત 38 લોકો પર જ કરવામાં આવ્યું છે અને ફક્ત 38 લોકો પર તપાસ બાદ વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે. Fontanka ન્યૂઝ એજન્સી પ્રમાણે, રશિયાની કોરોના વેક્સિનની સાઇડ ઇફેક્ટ સામે આવી છે. જેમાં દુ:ખાવો, હાઈ ફીવરની તકલીફ, નબળાઈ અનુભવવી, એનર્જીની ઉણપ, ભૂખ ના લાગવી, માથું દુ:ખાવું, ડાયરિયા, નાક બંધ થવું, ગળું ખરાબ થવું અને નાક વહેવા જેવી ફરિયાદો પણ રિપોર્ટ કરવામાં આવી છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે રશિયાના અધિકારીઓએ ફક્ત 42 દિવસના રિસર્ચ બાદ વેક્સિનને મંજૂરી આપી દીધી છે. એ જાણી શકાયું નથી કે આ વેક્સિન કેટલી પ્રભાવશાળી છે.
રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે વેક્સિન લગાવવામાં આવ્યા બાદ 42માં દિવસે વૉલિયન્ટર્સના શરીરમાં એન્ટીબૉડીની માત્રા સરેરાશ સ્તરથી ઓછી જ હતી. તો 18 વર્ષથી ઓછી ઉંમર અને 60 વર્ષથી વધારે ઉંમરના લોકોને પણ રશિયન વેક્સિન લગાવવાની પરવાનગી નથી આપવામાં આવી, કેમકે આવા લોકો પર શું અસર હશે તેની જાણકારી નથી. પ્રેગ્નેન્ટ અને બાળકોને સ્તનપાન કરાવનારી મહિલાઓને પણ વેક્સિન નહીં આપવામાં આવે. પહેલાથી ગંભીર બીમારીનો સામનો કરી રહેલા લોકોને પણ અતિરિક્ત સતર્કતાની સાથે વેક્સિન લગાવવાની વાત કરવામાં આવી છે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.