આ ચોમાસામાં 45 હજાર 395 ક્યુસેક પાણીના આગમન સાથે રાજ્યની જીવાદોરી નર્મદા ડેમ શુક્રવારે સાંજે 7 વાગ્યે 130.99 મીટર ભરાયો હતો. શુક્રવારે ઓમકારેશ્વર ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતાંની સાથે જ નર્મદા ડેમના 30 દરવાજા માંથી 10 દરવાજા 3 ફૂટ ખોલીને 50 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતુ.
![]() |
સરદાર સરોવર ડેમ |
નર્મદા ડેમ ના દરવાજા ખુલતાની સાથે નદીનું પાણીનું સ્તર પણ વધ્યું હતું. કર્ઝન કેનાલમાં પાણી 7000 ક્યુસેક છે, જેના દ્વારા નર્મદા કેનાલ સાથે જોડાયેલા રાજ્યના 108 તળાવો ભરાશે. આ ઉપરાંત ગુજરાતની સૌથી લાંબી પાકી કેનાલ પણ ભરાશે. જે એકલી ગુજરાતની 13 ટકા જમીનમાં સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે. 40 હજાર ક્યુસેક પાણી રિવર બેડ પાવર હાઉસમાંથી છોડવામાં આવતાં જ ભરૂચ અને બરોડા ગામ સહિત નર્મદા જિલ્લાના 21 જિલ્લાઓને એલર્ટ કરી દેવાયા છે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.