રાજ્ય સરકારનું જાહેરનામું : રીક્ષા, ટેક્ષી કેબ, શોપિંગ મોલ, દુકાન માં કોઈ વ્યક્તિ માસ્ક વગર પકડાશે તો વ્યક્તિ અને માલિક બન્ને એ દંડ ભરવો પડશે

ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારીની સામે લડવા માટે રાજ્ય સરકાર દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેને પહોંચી વળવા માટે તેમજ કોરોનાવાયરસ ને અટકાવવા અને નિયંત્રણની  કામગીરી કાયદાકીય રીતે હાથ ધરી શકાય તે હેતુસર એપેડેમીક એક્ટ-1897 અન્વયે વિભાગના ક્રમાંક: એનસીવી/102020/એસએફએસ-1, તારીખ 13/03/2020 ના જાહેરનામાથી રાજ્યમાં ધ ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન-2020 લાગુ કરવામાં આવેલ છે.


દેશભરમાં અત્યારે અનલોક - 3ની ગાઇડલાઇન અમલમાં છે અને આવા સમય દરમિયાન કોરોના સંક્રમણ ને ધ્યાને લઇને રાજ્યમાં ખાનગી તેમજ સરકારી વાહનોમાં ખાસ કરીને રિક્ષા ચાલકો દ્વારા અને મુસાફરો દ્વારા માસ્ક કે અન્ય કોઇ કાપડના આવરણથી ચહેરો ઢાંકેલો ન હોય આવા સંજોગો રિક્ષાચાલકો, ટેક્ષી કેબ ડ્રાઇવર, સરકારી ખાનગી વાહનોના વાહન ચાલક અને મુસાફરો તમામે માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે.

રાજ્ય સરકારનું જાહેરનામું
રાજ્ય સરકારનું જાહેરનામું

આવા કોઈ વાહન ચાલક તથા તેમાં મુસાફરી કરતા મુસાફર માણસ વગર પકડાશે તો વાહન ચાલક તથા મુસાફર બન્ને પાસેથી નિયત કરેલ દંડની વસૂલાત કરવામાં આવશે. રાજ્યમાં આવેલા નાના મોટા શોપિંગ મોલ, સ્ટોરમાં ખરીદીનું પ્રમાણ વધતું જાય છે. આ મોલના સ્ટોરમાં એરકન્ડીશન હોય છે જ્યાં એક સાથે મોટી સંખ્યામાં પ્રજાજનો માટે પ્રવેશ કરતા હોય છે જેને કારણે કોરોનનું સંક્રમણ વધવાની શક્યતા વધી જાય છે.  નામદાર હાઇકોર્ટના નિર્દેશ મુજબ શોપિંગ મોલ, સ્ટોરના મેનેજર, માલિકે લેવાની રહેશે. જો કોઈ વ્યક્તિ માસ્ક વગર પ્રવેશ કરે તો તે વ્યક્તિ તથા મોલ મેનેજર પાસેથી દન્ડ વસુલવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવાની રહશે. 

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.