સ્ટેચ્યુ ઓફ યુનિટી સુરક્ષા આજથી સજ્જડ, સીઆઇએસએફ ને સોંપવામાં આવી

ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન અને પ્રથમ ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સર્વોચ્ચ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા આજથી  સીઆઈએસએફ ના હાથમાં આવી છે.  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 15 ઓગસ્ટે તેને મંજૂરી આપી હતી. જો કે 17 ઓગસ્ટથી સીઆઈએસએફના 270 જવાનો અહીં આવી પહોંચ્યા હતા. પરંતુ આજે (26 ઓગસ્ટ) થી સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો હતો. આગામી 2 સપ્ટેમ્બરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ્પસ જાહેર જનતા માટે ખુલશે.


સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયા ખાતેની સરદાર પટેલની વિશ્વની સૌથી ઉચી પ્રતિમા છે. તેનું ઉદ્ઘાટન  31 ઓક્ટોબર 2018 ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. તેની ઉપર આશરે 3000 કરોડ રૂપિયા ખર્ચ થયો છે.

સ્ટેચ્યુ ઓફ  યુનિટી ના જોઇન્ટ સીઇઓ નિલેશ દુબેએ કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ગૃહ પ્રધાન અને ગૃહ મંત્રાલયે અહીં સીઆઈએસએફની તૈનાત કરવાની મંજૂરી આપી દીધી છે. જવાનો માટે વસાહત, તબીબી સુવિધા, કચેરી અને વાહન સહીત તમામ સુવિધાઓ ગોઠવી દેવામાં આવી છે. આજ સમયે એસઆરપીની ટીમ પણ સરદાર સરોવર ડેમ પર તૈનાત રહેશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા કમાન્ડ એસઆરપી જવાન અને નર્મદા પોલીસના હાથમાં હતી. પરંતુ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે સીઆઈએસએફના જવાનોને અહીં ગોઠવવામાં આવ્યા છે. અને  સરદાર સરોવર ડેમની સુરક્ષા માટે એસઆરપી જવાનો તૈનાત કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, પીએમ મોદી 31 ઓક્ટોબરે અહીં આવવાના છે જેના માટે તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.