સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો સંભળાવતા કહ્યું કે દીકરીઓનો પિતાની સંપત્તિ પર અધિકાર હશે ભલે હિન્દુ ઉત્તરાધિકાર (એમેન્ડમેન્ટ) અધિનિયમ 2005ના લાગુ થયા પહેલાં જ મૃત્યુ થઈ ગયેલું હોય.
ન્યાયમૂર્તિ અરુણ મિશ્રા ના ચુકાદામાં કહ્યું કે એક દીકરી જીવનભર માટે હોય છે એટલા માટે તેમણે પૈતૃક પ્રોપર્ટીમાં પૂર્ણ અધિકાર છે તેમણે કહ્યું કે વન્સ એ ડોટર, ઓલવેઝ એક ડોટર.
2005માં હિન્દુ ઉત્તરાધિકાર કાયદો 1956 માં સંશોધન કરવામાં આવ્યો હતો આ હેઠળ પૈતૃક સંપત્તિમાં દીકરીઓને બરાબર નો ભાગ આપવાની વાત કહેવામાં આવી છે
હિન્દુ કાયદા હેઠળ પ્રોપર્ટી બે પ્રકારની હોય છે એક પિતા દ્વારા કરી ગયેલી કે બીજી પૈતૃક સંપત્તિ વારસાગત હોય છે. અને જે પેઢીઓથી પુરુષોને મળતી આવે છે શાયરી કાયદા અનુસાર દીકરી હોય કે દીકરો આવી પ્રોપર્ટી પર બંનેનો જન્મથી બરાબરનો હક હોય છે. કાયદો કહે છે કે પિતા આ પ્રકારની પ્રોપર્ટીને પોતાના મનથી કોઈને ના આપી શકે એટલે કે આ મામલે તેઓ કોઈ એક નામની વસિયત ન કરી શકે. આનો મતલબ એ છે કે દીકરીને તેનો ભાગ આપવાથી વંચિત રાખી ના શકે. જન્મથી દીકરીનો પૈતૃક સંપત્તિ પર અધિકાર હોય છે.
પિતાએ પોતે પ્રોપર્ટી ખરીદી છે અથવા પિતાના ઘર અથવા પ્લોટ પોતાના પૈસાથી ખરીદી છે તો દિકરીનો પક્ષ કમજોર હોય છે આ મામલે પિતાની પાસેની પ્રોપર્ટીને પોતાની ઇચ્છાથી કોઇને ગિફ્ટ કરવાનો અધિકાર હોય છે દીકરી આમાં વાંધો ન ઉઠાવી શકે.
પિતાનું મૃત્યુ વગર વસિયત છોડે થઈ ગયું હોય તો તમામ ઉત્તરાધિકારીનો પ્રોપર્ટી પર બરાબરનો અધિકાર હશે. જો સરળ શબ્દોમાં કહીએ તો હિન્દુ ઉત્તરાધિકાર કાયદામાં પુરુષ અધિકારીઓને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટે પિતાની સંપત્તિમા દીકરીની ભાગીદારી મુદ્દે ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પૈતૃક સંપત્તિમાં દીકરીઓ પણ ભાગીદાર અને સમાન હક છે. દીકરીઓને પણ દીકરાની જેમ સંપત્તિમાં હક છે. 9 ડિસેમ્બર 2005ના સંશોધન બાદ દીકરીઓને પણ પિતાની સંપત્તિ માં ભાગ મળશે. પિતાનું મૃત્યુ 2005 પહેલા થયું હોય તો પણ દીકરીને પિતાની સંપત્તિ માં બરાબર ન મળશે.
નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.