ટેટ-1 અને ટેટ-2ની પરીક્ષા ઓક્ટોબર-2015માં પાસ થનાર ઉમેદવારની બે મહિના પછી માન્યતા પૂરી થઇ જશે

રાજ્યમાં પ્રાથમિક શિક્ષક તરીકે ભરતી થવા માટે ટેટ-1 અને ટેટ-2 પરીક્ષા લેવામાં આવે છે. ઓગસ્ટ-2015માં આ પરીક્ષાઓ લેવામાં આવી હતી. આ પરીક્ષાનું પરિણામ ઓકટોબર-2015માં જાહેર થયું હતું. તેમાં પાસ થનાર ઉમેદવારો ભરતી માટે લાયક હતા. પરીક્ષાના નિયમ પ્રમાણે જાહેર કરાયેલું પરિણામ 5 વર્ષ સુધી માન્ય ગણાય છે અને 5 વર્ષ દરમિયાન પ્રાથમિક શિક્ષકની ભરતી થાય તો તે પરિણામના આધારે ઉમેદવાર ભરતી થઇ શકે છે. પરિણામની પાંચ વર્ષની અવધિ પુરી થઇ જતા તેમને પરીક્ષામાં પાસ થયા હોવા છતા ભરતીનો લાભ મળે નહીં. જે ઉમેદવારો ઓકટોબર-2015માં પાસ થયા તેવા ઉમેદવારોના પરિણામની અવધિ તા. 19 ઓકટોબર,2020માં પુરી થાય છે.

આ અવધિના હવે માત્ર બે મહિના બાકી છે. આવા સંજોગોમાં જો તાત્કાલિક ભરતી હાથ નહીં ધરાય તો 20 હજાર જેટલા ઉમેદવારો ટેટ-1 અને ટેટ-2 પરીક્ષા પાસ કરી હોવા છતા ભરતીનો લાભ મળે નહીં તેવી સ્થિતિ સર્જાશે. આ એક ચિંતાજનક વાત છે.

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Source News