21મી સદીની ટેક્સ સિસ્ટમની શરૂઆત, ઈમાનદાર ટેક્સ પેયર્સઓને પ્રોત્સાહન

ઈમાનદાર ટેક્સ પેયર્સઓને પ્રોત્સાહન અને ટેક્સ સિસ્ટમમાં પારદર્શિતા વધારવા માટે પીએમ મોદીએ ગુરુવારે એક નવા ખાસ પ્લેટફોર્મની શરૂઆત કરી. આ પ્લેટફોર્મનું નામ ટ્રાન્સપેરેન્ટ ટેક્સેશનઃ ઓનરિંગ ધ ઓનેસ્ટ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ પ્લેટફોર્મ 21મી સદીની ટેક્સ સિસ્ટમની શરૂઆત છે. જેમાં ફેસલેસ એસેસમેન્ટ-અપીલ અને ટેક્સ પેયર્સ ચાર્ટર્સ જેવા મોટા રિફોર્મ સામેલ છે. 


નવા ટેક્સ પ્લેટફોર્મ હેઠળ કરદાતાને ફેસલેસ એસેસમેન્ટ, ટેક્સ પેયર્સ ચાર્ટર, ફેસલેસ અપીલની સુવિધા મળશે. અને  હવે ટેક્સ ભરવામાં સરળતા રહેશે, ટેકનિકલ સહાયતાથી લોકોમાં ભરોસો પણ થવા લાગશે.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ટેક્સપેયર્સના યોગદાનથી જ દેશ ચાલે છે અને તેનાથી જ વિકાસનો મોકો મળે છે. ઓળખાણનો મોકો પૂરી થઈ ગયો છે, ટ્રાન્સફર પોસ્ટિંગના મામલામાં રાહત મળશે. ટેક્સ સાથે જોડાયેલાં મામલાઓની તપાસ અને અપીલ બંને ફેસલેસ થશે. હવે આયકર વિભાગને ટેક્સપેયરનું સન્માન કરવું જરૂરી હશે.

પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, 2012-13માં જેટલાં ટેક્સ રિટર્ન્સ થતા હતા અને તેની સ્ક્રૂટીની થહી હતી આજે તેનાથી ખુબ જ ઓછી છે. કારણ કે અમે ટેક્સપેયર્સ પર ભરોસો કર્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે 130 કરોડો લોકોમાંથી ફક્ત દોઢ કરોડ જ લોકો ટેક્સ ભરી છે. અને આ સંખ્યા ખુબ જ ઓછી છે. દેશના દરેક વ્યક્તિએ તેના પર ચિંતન કરવું પડશે, તેનાથી જ દેશ આત્મનિર્ભર તરફ આગળ વધશે. સાથે પીએમ નરેન્દ્ર  મોદીએ કહ્યું કે, દેશમાં 15 ઓગસ્ટથી જ લોકો ટેક્સ ભરવાનો સંકલ્પ કરે.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અમુક સુવિધા અત્યારથી જ લાગુ કરી દેવામાં આવી છે, જ્યારે તમામ સુવિધાઓ 25 સપ્ટેમ્બરથી શરૂ થશે. છેલ્લા ઘણા સમયથી અમે આ મુદ્દાઓ પર ફોકસ કર્યું છે. આ નવી યાત્રાની શરૂઆત છે. હવે પ્રામાણિકનું સન્માન થશે, એક પ્રામાણિક ટેક્સપેયર રાષ્ટ્ર નિર્માણમાં ભૂમિકા ભજવે છે. આજથી શરૂ થઈ રહેલી નવી વ્યવસ્થાઓ, નવી સુવિધાઓ મિનિમમ ગવર્નેમેન્ટ-મેક્સિમમ ગવર્નનેંસને આગળ વધારે છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેનાથી સરકારની દખલગીરી ઓછી થશે.

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.