કોરોનાનો મહામારી હજુ દેશમાં ચાલુ છે. દરરોજ નવા હજારો કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. હવે કોરોનાના કેસ 35 લાખની નજીક પહોંચી ગયા છે. કોરોના ના કારણે અસંખ્ય લોકોના મોત થઈ રહ્યા છે. ગૃહ મંત્રાલયે શનિવારે સાંજે અનલોક -4 માર્ગદર્શિકા જાહેર કરી છે. ગૃહ મંત્રાલયે જાહેરાત કરી છે કે 7 સપ્ટેમ્બરથી દેશભરમાં મેટ્રો સેવાઓ શરૂ કરવામાં આવશે. અનલોક -4 માં બીજું શું ખુલ્લું અને બંધ રહેશે ચાલો આપણે જાણીએ.
Metro rail will be allowed to operate with effect from September 7 in a graded manner, by the Ministry of Housing and Urban Affairs (MOHUA)/ Ministry of Railways (MOR), in consultation with MHA: Govt of India pic.twitter.com/rCPe7dzEOH
— ANI (@ANI) August 29, 2020
જાણો શું ખુલ્લું અને બંધ રહેશે
આ ખુલશે
- મેટ્રો સેવાઓને 7 સપ્ટેમ્બરથી માર્ગદર્શિકા સાથે મંજૂરી આપી
- 21 સપ્ટેમ્બરથી, 100 થી વધુ લોકો સાથે સામાજિક / શૈક્ષણિક / રમતો / મનોરંજન / સાંસ્કૃતિક / ધાર્મિક / રાજકીય કાર્યક્રમો કરી શકાય છે. (સામાજિક અંતર, માસ્ક હેન્ડવોશ, થર્મલ સ્કેનીંગ ફરજિયાત)
- 21 સપ્ટેમ્બરથી ઓપન એર થિયેટરની મંજૂરી
- 21 સપ્ટેમ્બરથી 50% અધ્યાપન અને નોન-ટીચિંગ સ્ટાફ માટે શાળા શરૂ કરવી
- 21 સપ્ટેમ્બરથી 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ શિક્ષકો (કન્ટેન્ટ ઝોનની બહાર) ની સલાહ લેવા માટે સ્વૈચ્છિક ધોરણે શાળાએ જઈ શકશે.
- ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ 21 સપ્ટેમ્બરથી અનુસ્નાતક વિદ્યાર્થીઓ અને પીએચડી વિદ્યાર્થીઓ તકનીકી અને વ્યાવસાયિક કાર્યક્રમો માટે (જેને લેબ અથવા વ્યવહારિક આવશ્યક છે) ખોલી શકે છે.
#Unlock4 Social/academic/sports/entertainment/cultural/religious/ political functions & other congregations will be permitted with a ceiling of 100 persons, from Sept 21: Govt of India https://t.co/TB1aevteYu
— ANI (@ANI) August 29, 2020
આ બંધ રહેશે
- કન્ટેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર 2020 સુધી કન્ટેન્ટ ઝોનમાં લોકડાઉન ચાલુ રાખવામાં આવશે જેમાં કોઈ ઢીલ નહીં અપાય.
- સ્વીમીંગ પુલ
- સિનેમા હોલ
- એન્ટરટેઇનમેન્ટ પાર્ક
- ઇન્ટરનેશનલ ફ્લાઇટ
- રેગ્યુલર પેસેન્જર ટ્રેન
Govt of India announces guidelines for ‘Unlock 4’ to be in force till September 30. pic.twitter.com/tpZTcBeVaY
— ANI (@ANI) August 29, 2020
કેન્દ્રીય ગૃહમંત્રાલયે અનલોક -4 માર્ગદર્શિકાને લગતી માર્ગદર્શિકા જારી કરી છે. આ માર્ગદર્શિકા 30 સપ્ટેમ્બર સુધીમાં લાગુ થશે. સૌથી મોટી વાત એ છે કે દેશભરમાં મેટ્રો સેવાઓ ફરી ચાલુ કરવા ગ્રીન સિગ્નલ મળી ગયું છે. ઈન્ટર અને ઈન્ટ્રા સ્ટેટ મૂવમેન્ટ પર હવે કોઈ પ્રતિબંધ નહીં. હવે કોઈએ દેશમાં ગમે ત્યાં જવા માટે પરવાનગી લેવાની જરૂર પડશે નહીં. તમામ નાગરિકોએ રાષ્ટ્રીય સ્તર પર જે દિશા-સૂચનો આપવામાં આવ્યા છે. તેનું પાલન કરવાનું રહેશે. 65 વર્ષથી વધુ ઉંમરના લોકો, 10 વર્ષથી નાની વયના બાળકો, ગર્ભવતી મહિલાઓ, અન્ય ગંભીર બીમારીનો સામનો કરી રહેલા લોકોને જ્યારે જરૂર ન હોય તો તેમને બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે.
નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.