મહત્વના સમાચાર : હવે આ ડોક્યુમેન્ટ નહીં હોય તો વાહનનું ઇન્સ્યોરન્સ રીન્યુ નહીં થાય

જો તમે વાહનના માલિક હોવ તો તમારા માટે આ મહત્વના સમાચાર છે તમારા વાહનનો ઈન્સ્યોરન્સ રીન્યુ માટે તમારી પાસે એક ડોક્યુમેન્ટ હોવું ફરજીયાત છે. જો આ ડોક્યુમેન્ટ ન હોય તો તેના વિના વાહનનો ઈન્સ્યોરન્સ રીન્યુ નહીં કરી શકાય.

IRDAI એ 20 August 2020 એ એક સરકયુલર બહાર પાડ્યું છે. જેમાં કહ્યું છે કે પોલ્યુશન સર્ટિફિકેટ (PUC) નહીં હોય તો તેવા કોઇપણ વાહનો ઈન્સ્યોરન્સ રીન્યુ નહીં થાય.
વાહનોના કારણે વધતા પ્રદુષણને ધ્યાનમાં રાખીને IRDAI એ તમામ વીમા કંપનીઓને સુનિશ્ચિત કરવા માટે સૂચના આપી છે કે સુપ્રીમ કોર્ટના નિર્દેશનો દિલ્હી-એનસીઆરમાં પાલન પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે.

આગલા વર્ષે જારી કરેલા મોટર વાહન (સુધારો) અધિનિયમ 2019 અંતર્ગત PUC ના ધોરણોનું ઉલ્લંઘન કરવા પર 10000 રૂપિયા દંડ થશે. જોકે, નવા મોટર વ્હીકલ સુધારા નિયમનો અમલ હાલ ભારતભરમાં થવાનો બાકી છે. અને ભારતમાં તમામ વાહનો માટે PUC નું પ્રમાણપત્ર હોવું ફરજિયાત છે.