અમદાવાદમાં પંચવટીમાં આવેલા સેન્ટ્રલ મોલને AMCએ સીલ કર્યું

કોરોનાનાં સંક્રમણને અટકાવવા માટે AMC તમામ પ્રકારના પ્રયાસ કરી રહી છે ત્યારે અમદાવાદના પંચવટીમાં આવેલા  સેન્ટ્રલ મોલ દ્વારા આજે 50 ટકા ડિસ્કાઉન્ટની ઓફર રાખવામાં આવી હતી. જેના કારણે મોલમાં લોકોની ભીડ જમા  થઇ ગઇ હતી. અને સોસીયલ ડિસ્ટન્સ નો અભાવ જોવા મળ્યો હતો. તેની જાણકારી AMC ને મળતા જ સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીઓ સમય વેડફ્યા વગર જ પંચવટીમાં આવેલ સેન્ટ્રલ મોલમાં પહોંચી ગયા હતા અને કાયદેસરની કાર્યવાહી કરતા સેન્ટ્રલ મોલને સીલ કરી દીધું હતું.

આ અગાઉ પણ વસ્ત્રાપુરમાં આવેલ આલ્ફા વન મોલમાં પણ આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા અને સોસીયલ ડિસ્ટન્સ ના જળવાતા અને કોર્પોરેશનના જાહેરનામાનો ભંગ કરતા આ મોલને પણ સીલ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે પણ એક્ટિવ કેસો સતત વધી રહ્યાં છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 1,620 થઇ ગયો છે જ્યારે કુલ કેસની સંખ્યા 27,069 પહોંચી ગઇ છે. અમદાવાદ શહેરમાં શનિવારે સાંજ સુધીમાં 139 નવા કેસ નોંધાયા હતા જ્યારે કોરોનાની સારવાર દરમિયાન પાંચ દર્દીનાં મોત નિપજ્યાં હતા. આ દરમિયાન AMC દ્વારા પણ સાવચેતીના પગલા રૂપે શહેરના તમામ મોલને ચેતવણી આપવામાં આવી છે કે, મોલમાં સોસીયલ ડિસ્ટન્સ જળવાઇ રહે અને મોલમાં આવતા તમામ લોકો પાસે આરોગ્ય સેતૂ એપ હોય તેમને જ અંદર પ્રવેશ આપવામાં આવે. તોય શહેરના અમુક મોલ માલિકો લાલચુ જાહેરાત આપીને AMCનાં જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે. ત્યારે AMC પણ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.