રાજસ્થાનમાં આવેલા જેસલમેર જિલ્લામાં રામદેવરા માં બાબા રામદેવપીર નુ મંદિર આવેલું છે. જ્યાં ઓગસ્ટ મહિનામાં (ભાદરવા માસ) વિખ્યાત રામદેવરા મેળાનું આયોજન કરવામાં આવે છે. ત્યાં લાખો ની સંખ્યા માં દેશમાંથી શ્રદ્ધાળુઓ એ મેળામાં ભાગ લેતા હોય છે.
હાલ વર્તમાન કોરોનાની મહામારીના કારણે આ સંક્રમણ ફેલાય નહીં તેના માટે આ મેળાનું આયોજન સ્થગિત કરવામાં આવ્યુ છે. રાજસ્થાન રાજ્ય અને અન્ય રાજ્યોમાંથી આવતા ભક્તો ને કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જેસલમેરમાં બાબા રામદેવપીર મેળાને સ્થગિત કરવા માટે પ્રશાસને એક નિર્ણય લીધો છે અને તેના જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ એ એક પરિપત્ર પણ જાહેર કર્યો છે.