નારોલમાં પીરાણા રોડ પર આવેલી નંદન ડેનિમ કંપનીમાં મોડી રાતે લાગેલી આગ કાબૂમાં આવી ગઈ છે. ફાયરનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાઈ છે. મોડી રાતે કંપનીમાં સ્પિનિંગ ખાતામાં આગ લાગી હતી. દોરા બનાવતા મશીનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી.
આગથી કોઈ જાનહાનિ થઈ નથી. એક ફાયર જવાન આગ બુઝાવી રહ્યા હતા ત્યારે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તુરના જણાવ્યા મુજબ, કંપનીમાં પૂરતા ફાયરના સાધનો અને NOC છે. કંપનીના જ સાધનોથી પાણી લઇ અને આગ કાબૂમાં લેવાઈ છે.
અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા નીચેની લિંક પર ક્લિક કરો.