કોરોનની મહામારીના કારણે ગણેશોત્સવ અને તાજીયા-જુલુસ કાઢવા પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી 22 ઓગસ્ટે ગણેશોત્સવ અને 29 અને 30 ઓગસ્ટે મહોરમ-તાજીયા જેવા તહેવારો આવી રહ્યા છે. આના પગલે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું બહાર પડી પ્રતિબંધો ફરમાવ્યા છે. જો જાહેરનામાં નો ભંગ થશે તો ગુનો નોંધાશે.
કઈ બાબતો પર પ્રતિબંધ છે તે જાણીયે.
* બે ફૂટથી વધુ ગણેશજીની મૂર્તિ બનાવવા, વેચવા, સ્થાપના અને પરિવહન નહીં કરી શકાય
* જાહેર સ્થળ પર, સોસાયટીમાં કે મહોલ્લામાં મંડળો દ્વારા જાહેરમાં મૂર્તિ સ્થાપના પર પ્રતિબંધ.
* ગણેશજીની શોભાયાત્રા કે વિર્સજન યાત્રા કે સાંસ્કૃતિક કાર્યક્રમો પર પ્રતિબંધ.
* જાહેરમાં મૂર્તિનું સ્થાપના કરી ડી.જે અને લાઉડસ્પીકર વગાડી નહિ શકાય.
* નદી, તળાવ, ઓરા કે નાળા કે નહેરમાં મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ.
* પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા કેમિકલ વાપરી નહીં શકાય.
* મૂર્તિ વેચનાર રોડ પર ગંદકી અને ટ્રાફિક અડચણ રહે તેમ નહીં ઉભા રહી શકે.
* સ્થાપના દિવસ બાદ મૂર્તિકારો બનાવેલી અને ખંડિત મૂર્તિ બિનવારસી નહીં મૂકી શકે.
* મૂર્તિની ધાર્મિક પૂજા વિધિ બાદ જાહેર રોડ પર અન્ય જગ્યાએ બિનવારસી મુકવા પર પ્રતિબંધ.
* લાગણી દુભાય તેવી ચિત્રો વાળી મૂર્તિઓ નહીં બનાવી શકાય.
* ઘર આંગણે કે ધાર્મિક કાર્યક્રમોમાં લોકોની લાગણી દુભાય તેવા કૃત્ય કરવા પર.
* મોહરમ પર 2 ફૂટથી વધુ જાહેરમાં, મહોલ્લા અને કમિટી દ્વારા તાજીયા નહીં કાઢી શકાય કે લાઉડસ્પીકર નહીં વગાડી શકાય. માત્ર ઘરેજ તાજિયાની સ્થાપના કરી ઘરે ફરજીયાત વિસર્જન કરવાનું રહેશે. તાજિયાની સ્થાપના બાદ કોઈની લાગણી દુભાય તેવું કૃત્ય નહીં કરી શકે. જો આ જાહેરનામાંનો ભંગ કરવામાં આવશે તો તેમની સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે.
:: જાહેરનામું ::
— Ahmedabad Police (@AhmedabadPolice) August 10, 2020
ફોજદારી કાર્યરીતી અધિનિયમ સને 1973 (1974 ના નં. 2) ની કલામ 144 અન્વયે કાઢેલ હુકમ#જાહેરનામું #AhmedabadPolice #StaySafe #Ahmedabad #Gujarat pic.twitter.com/ahysrAweaS
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.