આજે ગુજરાત રાજ્યમાં કોરોનાના કુલ 1101 નવા દર્દીઓ નોંધાયા

ગુજરાત રાજ્યમાં આજે કુલ 23255 ટેસ્ટ કરવામાં આવ્યા જે રાજ્યની વસ્તીને ધ્યાનમાં રાખીને 357.76 ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થવા પામે છે. રાજ્યમાં દિવસે દિવસે ટેસ્ટની સંખ્યામા ઉત્તરોત્તર વધારો કરવામાં રહ્યો છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,14,335 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજ રોજ વિવિધ જિલ્લામાં 1099 અને અન્ય રાજ્યના 02 એમ કુલ મળીને 1101 દર્દી નોંધાયા છે. 
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજ તારીખ 02/08/2020 રોજ  કુલ 4,79,916 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા જે પૈકી 4,78,335 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઇન છે અને 11,581 વ્યક્તિઓને ફેસિલિટી કોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. અને આજે 805 દર્દીઓ થઇને ઘરે ગયા છે. 

આજ રોજ કોરોનને કારણે 22 લોકોના મુત્યુ થયા છે.